થરાદ ખાતે પરમાનંદજી મહારાજ ભાગવત કથાનું રસપાન કરાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 13:20:56
  • Views : 518
  • Modified Date : 2019-12-02 13:20:56

થરાદ ખાતે હર્ષબંગ્લોઝ ખાતે આજથી દસ દિવસ સુધી શ્રીધામ અયોધ્યાના પૂજય સંત પરમાનંદજી મહારાજ  થરાદ નગરના લોકોનો ભાગવત કથાનું રસપાન કરાવશે. તેમજ ધાર્મિક મહોત્સવમાં પધારવા થરાદના નગરજનનો અનુરોધ પણ કર્યો છે. તેમજ પરમાનંદજી મહારાજ ૧૦૮ શ્રીમદ ભાગવત કથા કરવાનો સંકલ્પ લાયન્સ કલબ ઓફ થરાદને જાણ કરી હતી અને થરાદ લાયન્સ કલબે તમામ સંગઠનોને સાથે રાખી આ આયોજન કર્યુ છે  પ્રથમ દિવસે રામજી મંદિરેથી આનંદ-ઉલાસથી શોભાયાત્રા સાથે પરમાનંદજી મહારાજ વ્યાસપીઠ પર બેસશે અને કથાનું રસપાન કરાવશે. તેમજ કથા દરમિયાન દસેય-દિવસ શ્રી શુકદેવ ચરિત્ર, ભક્ત પરિક્ષત, જન્મ કપિલ, પ્રહલાદ ચરિત્ર, વામત અવતાર, કૃષ્ણ જન્મ, બાલ ચરિત્ર્ય છપ્પન ભોગ, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર અને પ્રસાર જેવા કાર્યક્રમ યોજાવામાં આવશે. આ શોભાયાત્રામાં અનેક આગેવાનોએ હાજરી આપી હતી તેમજ થરાદ શહેર ભાજપ પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી પણ હાજર રહ્યા હતા.  


Download Our B K News Today App



Related News