સિંચાઈ માટે પાણી અને ટેકાના ભાવે ખેડૂત નોંધણી બાબતે રજૂઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 15:23:16
  • Views : 490
  • Modified Date : 2020-03-03 15:23:16

સિંચાઈ માટે પાણી અને ટેકાના ભાવે ખેડૂત નોંધણી બાબતે રજૂઆત કરી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ૯૭ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી જેની થરાદ તાલુકાના ખેડૂતો દ્વારા વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે છે અને  સિંચાઈ માટે પાણી મળી રહે તે માટેની માંગણી પણ થરાદ તાલુકાના ખેડૂતોએ કરી છે.  

થરાદ તાલુકાના ખેડૂતોના જણાવ્યા મુજબ થરાદની મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇન મારફતે સીપુ ડેમમાં પાણી 

પહોંચાડવાની યોજના મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ છે. જેનો ખર્ચ રૂપિયા અંદાજે ૬૬૦ કરોડ આંકવામાં આવેલ છે. જે બાબતનો થરાદ તાલુકાના ખેડૂતોનો વિરોધ છે કારણકે થરાદની નહેરમાંથી પાણી લેવામાં આવનાર છે. વધુમાં જણાવ્યું હતું કે  તાલુકાના વિસ્તારના ખેડૂતોની જમીન કાપીને પાઇપ લાઇન નાંખવાની છે ખેડૂતોને પરસેવાની કમાણીના પૈસા લખલૂટ ખર્ચા આ કરી વચેટિયાઓને અને દલાલોને લાભ કરાવીને ફક્ત વાહવાહી લૂંટવા માટેની યોજના છે. કેમકે પશ્ચિમનું પાણી પૂર્વમાં લઈ જવું એટલે લેવાનું પાણી મોભે ચઢાવવા બરાબર છે. જેમાં ત્રણ પમ્પીંગ સ્ટેશનનો ખર્ચો પણ કાયમી ખાતે ઉધારવાનો ખોટનો ધંધો છે. પાઇપ લાઇનથી ૧૨૦ તળાવો અને સીપુ ડેમ ભરવો એ દરિયામાં પાણીનો લોટો રેડવા બરાબર છે. જે ખેડૂતોને આંખે 

પાટા બાંધવા સિવાય કશું જ નથી. જેથી થરાદ તાલુકાના ખેડૂતા દ્વારા લાગણી, માંગણી અને હક્ક સાથે આ પાઈપલાઈન ફક્ત ૨૦ કિલોમીટર દૂર સુજલામ સુફલામ નહેર સુધી લંબાવવામાં આવે અને સુજલામ સુફલામ નહેરને રાજસ્થાન બોર્ડર સુધી લંબાવી કાયમી ખાતે પાણીથી છલોછલ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે  ખેડૂતોએ જણાવ્યું હતું કે 

તાજેતરમાં ટેકાના ભાવે રાયડો ખરીદવા માટે સરકારે ખેડૂતોની નોંધણી ચાલુ કરી છે જે ઓનલાઈન નોંધણી ફક્ત તાલુકા કક્ષાએ કરવામાં આવે છે. જેમાં 

પારાવાર અનિયમિતતા અને ગોલમાલ થાય છે માટે થરાદ તાલુકાના ખેડૂતોએ સીધો આક્ષેપ કર્યો છે કે રૂપિયા હજાર લઈને ખાનગી રાહે નોંધણીની સુલભ રીત અપનાવી છે જે ખેડૂતો સાથે છેતરામણી છે માટે ઓનલાઇન નોંધણી દરેક ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. જેનાથી દરેક ખેડૂતોને લાભ મળી શકે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરી ખેડૂતોને સાચો લાભ આપી શકાય.



Download Our B K News Today App



Related News