થરાદની મુખ્ય નર્મદા નહેર ઢીમા પુલ પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 11:14:02
  • Views : 669
  • Modified Date : 2020-07-02 11:14:02

 થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પાણીના વહેણ સાથે બુધવારે સવારના સમયે  યુવકનો તરતો મૃતદેહ ઢીમા પુલ પાસેથી  આગળ વધી રહ્યો હતો. ત્યારે કોઈ રાહદારીની નજર પડતાં રાહદારીએ નગરપાલિકા ફાયર વિભાગમાં જાણ કરતાં  ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં અંદાજે 25 વર્ષનો અજાણ્યો યુવક હોવાનું જણાતાં ફાયર વિભાગે પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જેની ઓળખ માટે કોઇ આધાર પુરાવા મળ્યા ન હતા. આથી મૃતક યુવક ક્યાંનો છે તેની ઓળખ થવા પામી ન હતી. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

Download Our B K News Today App



Related News