અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનમાં સતત ફેરફારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-07 16:09:13
  • Views : 515
  • Modified Date : 2020-01-07 16:09:13


લઘુત્તમ તાપમાન અમદાવાદ ખાતે આજે ૧૫ ડિગ્રી રહેશે

અમદાવાદ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં મોટાભાગે વધારો થયો હોવા છતાં સવારમાં તીવ્ર ઠંડીનો ચમકારો અકબંધ રહ્યો હતો. જા કે, અન્ય દિવસોની સરખામણીમાં આજે લઘુત્તમ તાપમાન વધી ગયું હતું અને લોકોને ઠંડીથી આંશિક રાહત મળી હતી. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. આજે અમદાવાદમાં પારો વધીને ૧૩.૬ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. એટલે કે, ઠંડીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો થયો હતો. જા કે, વહેલી સવારે અને મોડી રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પણ સૌથી વધુ ઠંડીનો અનુભવ નલિયામાં થયો હતો જ્યાં લઘુત્તમ તાપમાન ૮.૫ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાના સંકેત છે. તીવ્ર ઠંડીનો ચમકારો સવારમાં ફરીવાર અનુભવાયો હતો. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જારદાર ઠંડીના સકંજામાં આવેલું છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૫ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જાકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો. આજે રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો વલસાડમાં ૧૪.૬, દીવમાં ૧૬.૬, મહુવામાં ૧૫.૫ અને નલિયામાં ૮.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની Âસ્થતિ ઓછી જાવા મળી રહી છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે.  જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જાવા મળી શકે છે. 


Download Our B K News Today App



Related News