થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અમદાવાદ પોલીસનો રક્તદાન શિબિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 18:02:35
  • Views : 401
  • Modified Date : 2020-01-06 18:02:35

શહેર પોલીસે બે વર્ષ પહેલા અમદાવાદના ૨૫૦  થેેલેસિમીયા ગ્રસ્ત બાળકોને દત્તક લીધા હતા. આ બાળકોને રક્ત પુરુ  પાડવા માટે પોલીસે પહેલ કરી છે,જેના ભાગરૃપે અમદાવાદ શહેરના બાવન પોલીસ સ્ટેશનમાં તબક્કાવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે ૪૫૦૦ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. અમદાવાદ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર એ.કે.સિંધે  બે વર્ષ પહેલા શહેરના ૨૫૦ થેલેસિમીયા ગ્રસ્ત બાળકો દત્તક લીધા હતા  અને આ બાળકોને રક્ત પુરુ પાડવાની જવાબદારી પણ લીધી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ શહેર પોલીસ દ્વારા તા.૬ને સોમવારથી શહેરના બાવન પોલીસ સ્ટેશન ખાતે રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે વાડજ પોલીસ સ્ટેશનથી આ રક્તદાન શિબિરની શરૃઆત થશે  અને  તબક્કાવાર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રમાણે રક્તદાન શિબિર યોજીને રક્ત એકત્રિત કરવામાં આવશે. ગત વર્ષે ૪૫૦૦  યુનિટ રક્ત  એકત્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૦૨૦ના વર્ષમાં પોલીસ સ્ટેશનો બાદ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ બ્રાંચ  અને હેડ ક્વાટર્સ સહિતની પોલીસ દ્વારા પણ રક્ત દાન શિબિર યોજીને અંદાજિત ૧૫૦૦  યુનિટનો ટાર્ગટ પુરો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નારણપુરા વિસ્તારમાં   ચાર વર્ષ અગાઉ   અકસ્માતમાં બાળકો પરિવાર વિહોણા બન્યા હતા આ બાળકોના લાલન પાલનની જવાબદારી પણ શહેર પોલીસે લીધી હતી.

Download Our B K News Today App



Related News