આતંકીઓએ ફરી પંડિતને લીધા નિશાને: કાશ્મીરમાં મહિલા શિક્ષક પર ગોળીબાર, લોકોમાં ભયંકર આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 11:23:38
  • Views : 272
  • Modified Date : 2022-05-31 11:23:38

 

જમ્મુ-કાશ્મીરમાં પંડિતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે

કુલગામમાં મંગળવારે આતંકવાદીઓએ એક પંડિત મહિલાને ગોળી મારી

ઘટના બાદ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું

 

જમ્મુ-કાશ્મીરમાં પંડિતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે

જમ્મુ-કાશ્મીરમાં પંડિતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કુલગામના ગોપાલપુરામાં મંગળવારે શંકાસ્પદ આતંકવાદીઓએ એક પંડિત મહિલાને ગોળી મારી દીધી હતી. શિક્ષિકા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

 

કાશ્મીર પોલીસના અધિકારીએ જણાવ્યું કે કુલગામના ગોપાલપુરા વિસ્તારમાં આતંકવાદીઓએ એક મહિલા શિક્ષક પર ગોળીબાર કર્યો. શિક્ષકનું નામ રજનીબલ છે. તે સાંબાની રહેવાસી હતી અને તેના પતિનું નામ રાજકુમાર છે. સમયે તેણી કુલમના ચવલગામમાં હતી અને તેની ફરજ ગોપાલપુરામાં ચાલી રહી હતી.

 

Download Our B K News Today App



Related News