કોરોનાની કોલર ટ્યૂન પછી કંપનીની ટ્યૂન વાગતી હોવાથી ટેલિકોમ કંપનીને નોટિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 11:01:36
  • Views : 470
  • Modified Date : 2020-03-13 11:01:36

 કોરોનાની જાગૃતિ માટે કોલર ટ્યૂન વાગ્યા બાદ ખાનગી કંપની પોતાની ટ્યૂન વગાડતા હાઇકોર્ટના વકીલે કંપનીને નોટિસ પાઠવી છે. કંપનીની ટ્યૂનના કારણે કંપનીના ગ્રાહકોને ફોન કનેકટ કરવામાં 1 મિનિટથી વધુનો સમય લાગે છે. કોરોના વાઈરસથી કાળજી લેવા ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક કંપનીને કોલર ટ્યૂન વગાડવા આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ ખાનગી કંપની કોરોનાની ટ્યૂનપછી પોતાની ટ્યૂન વગાડવા સામે હાઇકોર્ટના એડવોકેટ પાર્થ બ્રહ્મભટ્ટે કંપનીને શો કોઝ નોટિસ પાઠવી છે. દરેક ગ્રાહકને ફરજિયાત કંપનીની કોલર ટ્યૂન સંભળાવી શકાય નહી. કંપની બંધારણના અનુચ્છેદ 14 અને 19ના ભંગ કરી રહી છે કંપની કયા સંજોગોમાં કોને પુછીને કંપનીની કોલર ટ્યૂન સંભળાવે છે ? અને કંપની સામે શા માટે પગલા ન લેવા તે અંગે શો કોઝ નોટિસ પાઠવી કહ્યું છે કે, કંપનીના ગ્રાહકોને ફોન કનેકટ કરવામાં 1 મિનિટથી વધુનો સમય લાગે છે. ઇમરજન્સીમાં ફોન કરવામાં ઘણી તકલીફ પડી રહી છે. નોટિસમાં એવું કહેવાયું છે કે ‘કોરોનાની જાહેરાત સાથે પોતાની ટ્યૂન મૂકવાની કંપનીની યુકિત છે તે નફાખોરી માટે થતી હોય તેવું જણાય છે, તેથી કંપની સામે ફરિયાદ શા માટે ન કરવી તેનો જવાબ 7 દિવસમાં આપવા રજૂઆત કરી છે. ઇમરજન્સી ફોન વખતે પહેલા 30 સેકન્ડ કોલર ટ્યૂન સાંભળવી પડે છે ત્યારબાદ કંપનીની 30 સેકન્ડ સાંભળવી પડે છે તેના કારણે ગ્રાહકને હેરાનગતી વધી રહી છે.

Download Our B K News Today App



Related News