ડીસાના ખેંટવા નજીક તેલ ભરેલું ટ્રેલર પલટ્યું, તેલની રેલમછેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 12:54:23
  • Views : 492
  • Modified Date : 2020-07-26 12:54:23

ડીસા તાલુકાના ખેંટવા ગામના બસ સ્ટેશનની સામે કંડલા તરફથી રાયડા રીફાઇન તેલ ભરીને મધ્યપ્રદેશ જઇ રહેલું ટ્રેલર નંબર એમપી-06-એચસી–5101 શનિવારે વહેલી સવારે ખેંટવા ગામના બસ સ્ટેશનની સામે ગાય આવતા ગાયને બચાવવા જતા ડ્રાયવરે કાબુ ગુમાવતા ટ્રેલર પલટી મારી ગયું હતું. જેમાં રાયડા રીફાઇન તેલ રોડ ઉપર ઢોળાતાં તેલના વ્હોળા વહેવા લાગ્યા હતા. જેમા આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડી તેલ લેવા પડા પડી કરી હતી. જેને લઇ થોડીવાર તો વાહન વ્યવહાર બંધ થઇ જતાં રોડ ઓર્થોરેટીના અધિકારી ગોવિદભાઇ, મુકેશભાઇ જોષી, બળદેવભાઇ સિલ્વાને ક્રેન દ્વારા ટ્રેલરને રોડ ઉપરથી ખસેડીને રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો.

Download Our B K News Today App



Related News