વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પર બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ પ્રતિક્રિયા આપી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 10:59:37
  • Views : 225
  • Modified Date : 2022-04-03 10:59:37

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પર બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ પ્રતિક્રિયા આપી હતી.

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને સંલગ્ન વાતો કરી હતી . દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાનને સાંભળવા માટે દેશના અલગ-અલગ ભાગોમાંથી બાળકોની સાથે વાલીઓ અને શિક્ષકો પણ હાજર રહ્યા હતા.તેમજ વિદ્યાર્થીઓ કાર્યક્રમ લાઈવ નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું . જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી બાળકોનો ઉત્સાહ વધારી તેમનામાં પરીક્ષાને લઈને જે ડર-ભય હોય તેને દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓની સાથે ઓનલાઈન કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓ પણ વડાપ્રધાન સાથે ચર્ચામાં જોડાયા હતા .જેમાં વડાપ્રધાન વિદ્યાર્થીઓને કેટલીક ટિપ્સ પણ આપી હતી . નરેન્દ્ર મોદીએ બાળકો પરીક્ષાના સમયે કેવી કેવી ભૂલો કરતા હોય છે તેમજ કોરોના મહામારીમાં ઓનલાઇન શિક્ષણ સમયે વિદ્યાર્થીઓએ ભણવાને બદલે મોબાઈલમાં વધારે ધ્યાન આપી પોતાનું ભણતર બગાડયું હતું તે બાબતે પણ ચર્ચા કરી હતી નરેન્દ્ર મોદીએ બાળકોને કોઈ એક ટોપીક પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેના સુચનો આપ્યા હતા ત્યારે શિક્ષકોએ બાળકો ઓનલાઇન શિક્ષણ દરમિયાન કયી રીતે અભ્યાસ કર્યો હતો તે બાબતે પોતાના મંતવ્યો આપ્યા હતા.

Download Our B K News Today App



Related News