સુરતના શિક્ષકોએ સોશિયલ મીડિયાનો સદઉપયોગ કર્યો, રાજ્યભરના શિક્ષકો પાસેથી સુવિચાર મંગાવી રોજ એકને ઈ સર્ટી આપે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 14:43:33
  • Views : 345
  • Modified Date : 2020-09-10 14:43:33

       શહેરના બે શિક્ષકોએ વન ટુ વન એજ્યુકેશન અંતર્ગત રાજ્યના 103 શિક્ષકોનું વોટ્સએપ ગ્રુપ બનાવી એક સારા સુવિચાર સાથે દેશના ભવિષ્યના નિમાર્ણ કરવા અને પ્રેરિત કરવાનો અનોખો નુસખો શોધી કાઢ્યો છે. રોજ અલગ-અલગ થીમ ઉપર સુવિચાર આપતા શિક્ષકો પૈકી પ્રથમ પસંદગી પામનાર શિક્ષકને ઇ-સર્ટી આપીને સન્માનિત કરાઈ રહ્યા છે. 16 જુલાઈથી શરૂ કરાયેલી આ સુવિચાર સ્પર્ધાએ હાફ સેન્ચુરી એટલે સફળતાના 50 દિવસ પુરા કર્યા છે. સાથે સાથે પ્રથમ ક્રમ આવનાર સુવિચાર તમામ શિક્ષકો પોત-પોતાના ગ્રુપમાં કે સોશિયલ મીડિયામાં મૂકી લોકોને સારા વિચાર સાથે દેશના વિકાસમાં સહભાગી થવા અપીલ કરી રહ્યા છે.ડૉ. કિશોરભાઈ એમ.પટેલ (સુવિચાર પસંદગી સમિતિના અધ્યક્ષ)એ જણાવ્યું હતું કે, એક સમાજ- એક વિચારની વ્યાખ્યા સાથે આવો વિચાર આવ્યો હતો. જેના પર કામ કરવા માટે લાંબો સમય લાગ્યો હતો. જોકે ત્યારબાદ આ સુવિચારની સ્પર્ધામાં રાજ્યના 125 શિક્ષકો જોડાવવા તૈયાર થયા હતા. જેને લઈ 'વન ટુ વન એજ્યુકેશન' નામનું વોટસ એપ ગ્રુપ બનાવ્યું હતું. જેનો એડમીન હું અને કૃષ્ણવદન ટેલર (કમિટીના ઉપાધ્યક્ષ) બન્યા હતા. તથા પસંદગી સમિતિના સભ્યો તરીકે પ્રિ. ડૉ. મિતેષભાઈ પારેખ, પ્રિ. પ્રીતિબેન શાહ, પ્રિ. ભરતભાઇ મકવાણા અને મુકેશભાઈ મેરાઈનો સહયોગ મળતો રહ્યો છે.આ ગ્રુપમાં રોજ સવારે પડે એટલે નક્કી કરાયેલી એક થીમ આપવાની હોય છે. ત્યારબાદ નક્કી કરેલા સમય મુજબ એટલે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધીમાં તમામ સભ્યોએ પોતાનો સુવિચાર આપી દેવાનો હોય છે. બપોરે 2 થી 4માં સિલેક્શન કમિટીના સભ્યો છ (6) સુવિચાર પસંદ કરે છે અને સાંજે 4-5માં એડમીન ટોપ એક-બે સુવિચાર નક્કી કરી વોટ્સએપ ગ્રુપમાં મૂકી લખનાર શિક્ષકને ઇ-સર્ટીથી સન્માનિત કરે છે. ત્યારબાદ તમામ સભ્યો એને શુભેચ્છાઓ આપી એ વિચારને પોત-પોતાના સોશિયલ ગ્રુપમાં મુકી દેશના તમામ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.કમિટીના ઉપાધ્યક્ષ કૃષ્ણ વંદન ટેલર રોજ ટોપ ટુ મેંસેજનું રાત્રે ગ્રાફિક્સ બનાવી PDF સ્વરૂપમાં તમામ જોઈ શકે એ રીતે ડિઝીટલ અંક પણ બનાવે છે. ત્યારબાદ ઓન લાઇન ગૂગલ ફોર્મમાં લિંક અપડેટ કરાઈ છે. રોજ આવતા તમામ મેસેજ પણ આ ફોર્મમાં અપડેટ કરાય છે. આ કાર્યની શરૂઆતનો પ્રથમ મેસેજની થીમ ચાઈલ્ડ પર "બાળપણથી જ બાળકને સ્લેટ સાથે સપના આપો,પેન સાથે પુરુષાર્થ શીખવો અને નોટ સાથે નમ્રત"અને એના વિજેતા દામીનીબેન સેલર (વી એન ગોધાણી, કન્યા વિદ્યાલય, સુરત) હતાં. 50 અંક (દિવસ) પુરા કરવામાં સહકાર આપનાર અને 50માં અંકમાંના બે મેસેજ " કોઈની લાગણી સાથે રમત ન રમતા,રમત તો તમે જીતી જશો, પણ એ વ્યક્તિને તમે ખોઈ દેશો"વિજેતા શ્રીમતી SCB હાઈ સ્કૂલ પાનસર કલોલના શિક્ષક ધીરુભાઈ ધનજીભાઈ ચૌધરી હતા. અને બીજા સુ વિચારના વિજેતા LD હાઈસ્કૂલ સચિનના શિક્ષક હરેન્દ્રભાઈ રાઠોડ જેમનો વિચાર " શરીરની હાજરી છે ત્યાં સુધી લાગણી વરસાવી દો પછી તસવીરોને લાગણીની કોઈ અસર નથી થતી"રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News