સુરતમાં હીરા ઘસી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો એ જ સ્કૂલમાં ડો. કિશોર પટેલે ભણાવી શ્રેષ્ઠ શિક્ષક બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-05 13:12:05
  • Views : 361
  • Modified Date : 2020-09-05 13:12:05

      5મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ દિવસ. જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે સુરતના એવા શિક્ષક વિષે વાત કરવા જઈ રહ્યા છે જેમણે સખત મહેનતથી શિક્ષક તરીકેની કામગીરીમાં વિદ્યાર્થીઓ માટે જીવન ખપાવ્યું છે. સુરતમાં હીરા ઘસી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો એ જ સ્કૂલમાં ડો. કિશોર પટેલે શિક્ષક બની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય અને શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રપતિ પારિતોષિક એવોર્ડ લીધા હતા. આઈ. એન. ટેકરાવાળા શાળાના એક એવા પણ શિક્ષક હતા કે જેઓ ધો. 8 માં આઠમા નંબરે પાસ થયા હતા અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ભણતર છોડી 1971 થી 1985 સુધી હીરા ઘસવાનું કામ કરી પિતાને મદદરૂપ થવાના મક્કમ ઈરાદો કર્યો હતો.કિશોરભાઈનો જન્મ 1959માં એક સાધારણ કુટુંબમાં થયો હતો. પિતા મોહનભાઈ માત્ર એક જ ચોપડી ભણેલા હતા. આજીવિકા માટે વણાટખાતામાં વણકર તરીકે કામ કરતા હતા. માતા ગંગાબેન માત્ર છ ચોપડી ભણેલા હતા, પરંતુ તેમને તેમના બાળકોને ભણાવવાની ખુબ જ ઈચ્છા હતી. કુટુંબમાં મોહનભાઈના મા-બાપ, પત્ની, બે પુત્ર અને બે પુત્રીઓ આમ આઠ જણાનું પરિવાર હતું, અને કમાનાર મોહનભાઈ એકલા હતા.૧૦ ફૂટ X ૧૦ ફૂટની ઓરડીમાં આ આખું પરિવાર સમાઈ જતું. સંતાનો ભણી શકે એટલા માટે મોહનભાઈ લોકો પાસેથી જૂના પુસ્તકો લઈ આવતા. ગંગા બહેન પડોસમાં રહેતા એક પારસી બાઈને ત્યાં રસોઈ કરતા, બદલામાં એમને થોડું ખાવાનું મળતું અને એમના બાળકોને પારસીના ઘરમાં બેસી વાંચવાની સગવડ મળતી. ચારે ભાઈ બહેન પણ નાના મોટા કામની શોધમાં રહેતા અને થોડા ઘણાં પૈસા લાવી ઘરમાં મદદરૂપ થતા. 1971ની સાલમાં ધોરણ 8માં પાસ થઈ, આર્થિક કારણોસર કિશોરભાઈ ને અધવચ્ચેથી શાળા છોડી દેવી પડી. કુટુંબને મદદરૂપ થવા એમણે 1971થી હીરા ઘસવાની નોકરી શરૂ કરી સાથે સાથે ઘરે પુસ્તકો વાંચી ભણવાનું ચાલુ રાખ્યું અને 1978માં ખાનગી વિદ્યાર્થી તરીકે એસ.એસ.સી.ની પરીક્ષા આપી.1978માં એસ.એસ.સી. માં પાસ થયા પછી નોકરીની સાથે સાથે ભણવાનું ચાલુ રાખ્યું. આજે એમની પાસે M.Com., M.A., M.Ed. (Gold Medal) અને Ph.D ની ડીગ્રીઓ છે. 1987માં એમણે શિક્ષકની નોકરી સ્વીકારી. 2006માં એમને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપવામાં આવ્યું. 1989 માં કિશોરભાઈના લગ્ન થયા, એમના પત્ની સુમિત્રા પણ શિક્ષિકા જ છે. કિશોરભાઈના એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર કુણાલ M.E.અને પુત્રવધૂ દિવ્યા B.E. થયેલ છે. પુત્રી કૃપા M.B.B.S. થઈ PHC ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. આજે પણ કિશોરભાઈ એક શિક્ષક જ છે. વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય એવા અનેક સોફ્ટવેર એમણે તૈયાર કર્યા છેકિશોરભાઈના લેખનના શોખના પરિણામે એમના નવ પુસ્તકો પ્રકાશિત થયા છે. શબ્દનો પડછાયો ( કાવ્યસંગ્રહ ), શબ્દના શિખરો ( કાવ્ય સંગ્રહ ), મારા શિક્ષણાનુંભવોની યાત્રા (શિક્ષણની સમસ્યા ઉકેલ પર લેખો ), શિક્ષણ સરોવર ( કાવ્ય સંગ્રહ ), શિક્ષણ સરિતા, શિક્ષણ પથ, શિક્ષણ ગીતા, વાણિજ્ય ગીતા અને પ્રભુ ભક્તિના ભજનો એમ નવ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. એમના કેટલાક કાવ્યો બદલ ગુજરાતના આગળ પડતા નેતાઓ અને પ્રધાનોએ એમને અભિનંદન પત્રો લખ્યા છે.અનેક સામાજીક કાર્યોમાં કિશોરભાઈએ સક્રીય ભાગ લીધો છે. થોડાક કાર્યો આ પ્રમાણે છે, બેટી બચાવો અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન, નિર્મલ ગુજરાત અભિયાન, માતૃવંદના અભિયાન, નારી તુંનારાયણી અભિયાન, બાળ નિરોગી બારખડી અભિયાન, શિક્ષક દેવો ભવ અભિયાન વિગેરે. 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એમણે અનેક સોફ્ટવેર તૈયાર કર્યા છે. 2009થી શરૂ કરેલા એમના બ્લોગ “શિક્ષણ સરોવર” નો 3, 00, 000 મુલાકાતીઓ અનેક વિદ્યાર્થીઓ લાભ લે છે. કિશોરભાઈનો યુવાનોને સંદેશ છે કે, ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણીકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશેકિશોરભાઈએ જણાવ્યું હતું કે, મારો જન્મ એક સાધારણ કુટુંબમાં થયો હતો, પિતાશ્રી. મોહનભાઈ માત્ર એક જ ચોપડી ભણેલા હતા. વણાટ ખાતામાં વણકર તરીકે કામ કરતા હતા. માતાશ્રી ગંગાબેન માત્ર છ ચોપડી ભણેલા હતા પરંતુ તેમને તેમના બાળકો ભણાવવાનો ખુબ જ શોખ હોવાથી આજે અમો બધા ઘરમાં થઈ 8 જેટલા શિક્ષકો છે. જે પૈકી શ્રી કાંતિભાઈ પટેલ મારા નાના ભાઈ પણ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા - 2015 છે...

Download Our B K News Today App



Related News