નાનોલ પ્રા.શાળાનો શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 13:27:08
  • Views : 394
  • Modified Date : 2020-03-17 13:27:08

નાનોલ ગામની પ્રાથમીક શાળાનો શિક્ષક ભોરડુ ગામેથી દારૂ પીધેલી હાલતમાં પોલીસને હાથે ઝડપાયો છે.પોલીસે દારૂના નશામા ધુત શિક્ષક સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચ્યો છે.થરાદ તાલુકાના નાનોલ ગામે પ્રાથમિક શાળાના શિક્ષક અને લુણાવાડા તાલુકાના કડાછલા ગામના ચિરાગભાઈ મુકેશભાઈ પટેલે રવિવારે થરાદના ભોરડુ ગામેથી પોલીસને ફોન કરી ”મારે માથાકુટ થઇ છે”નુ કહી પોલીસ બોલાવી હતી.જેથી ભોરડુ ગામની ડેરી નજીક આવી પહોચેલી પોલીસને ટોળેટોળા નજરે પડતા પોલીસે જઇ તપાસ કરી તો ફોન કરનારા શિક્ષક ચિરાગભાઇ નશીલી હાલતમાં જોવા મળ્યો હતો.જેથી પોલીસે તેની પ્રાથમિક તપાસ કરતા શિક્ષક ચિરાગ નશામા હોવાનુ સામે આવતા પોલીસે શિક્ષકની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

Download Our B K News Today App



Related News