શિક્ષિકાનાં માનસિક ટોર્ચરથી ધો.6ની વિદ્યાર્થિની પૂણે પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 12:43:59
  • Views : 418
  • Modified Date : 2020-03-14 12:43:59

ભરૂચના પશ્ચિમ વિસ્તારની કોન્વેન્ટ સ્કૂલમાં ધો.6 માં અભ્યાસ કરતી 11 વર્ષીય બાળકી શિક્ષિકાના માનસિક ટોર્ચરથી ગુરુવારે ઘરેથી સ્કૂલે જવા નીકળ્યા બાદ ગુમ થઇ ગઇ હતી. પરિવારજનોએ જાણ કરતાં એ ડિવિઝન પોલીસે શહેરના જુદાજુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી. 17 કલાક બાદ વિદ્યાર્થિની મહારાષ્ટ્રના પૂણેથી મળી આવતાં હાશકારો થયો હતો. માતા-પિતા દીકરીને લેવા પૂણે પહોંચ્યા છે. બાળકી ગુમ થવા અંગે શિક્ષિકા તેમજ શાળા સંચાલકોનું મંતવ્ય જાણવા પ્રયાસ કરતાં તેમનો સંપર્ક થયો ન હતો જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાના આ બાબતે ખ્યાલ હોવાનું જણાવ્યું હતું. ભરૂચના વેપારીના ચાર સંતાનો પશ્ચીમ વિસ્તારની કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમની 11 વર્ષની પુત્રી નીકિતા ( નામ બદલ્યું છે) ધો. 6 માં અભ્યાસ કરે છે. નીકિતાને તેના વર્ગ શિક્ષિકા અવાર-નવાર રોક ટોક કરીને બોલાવતા હોવાથી તેને ગમતું ન હતું. તેણે શિક્ષિકા માનસિક ટોર્ચર કરતા હોવાની માતાને ફરિયાદ પણ કરી હતી.

Download Our B K News Today App



Related News