લો બોલો, પ્રધાનોના ટેક્સ સરકારી તિજોરીમાંથી ભરાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 13:20:10
  • Views : 448
  • Modified Date : 2019-09-13 13:20:10

તાજેતરની લોકસભાની અને એ પહેલાં વિધાસભાની ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશના વિવિક્ષ પક્ષના નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારી પત્રક ભરતી વખતે પોતાની કરોડોની આવક જાહેર કરી હતી. પરંતુ તમને એ જાણીને આઘાત લાગશે કે છેલ્લાં 40 વર્ષથી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનોના કરવેરા (ઇન્કમટેક્સ અને બીજા ટેક્સીસ) સરકારી તિજોરીમાંથી ભરાય છે.1981માં ઉત્તર પ્રદેશના ત્યારના ત્યારના મુખ્ય પ્રધાન અને પાછળથી દેશના વડા પ્રધાન બનેલા વી પી સિંઘે ઉત્તર પ્રદેશના નેતાઓ ગરીબ છે માટે તેમના કરવેરા સરકાર ભરશે એવી એક કાયદેસરની જોગવાઇ કરી હતી. આજે એ વાતને ચાર દાયકા કરતાં વધુ સમય થઇ ગયો. અત્યારે તો ઉત્તર પ્રદેશના મોટા ભાગના નેતાઓ સામે બેહિસાબી સંપત્તિના કેસ ચાલી રહ્યા છે. એવા નેતાઓમાં બબ્બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો મુલાયમ સંઘ યાદવ અને માયાવતીનો સમાવેશ થાય છે. તો પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનોના કરવેરા રાજ્ય સરકાર શા માટે ચૂકવે છે ?વી પી સિંઘ પછી તો ઉત્તર પ્રદેશમાં ઓગણીસ મુખ્ય પ્રધાનો બદલાયા અને બીજા એક હજારથી વધુ નેતાઓ પ્રધાન થઇ ચૂક્યા, વી પી સિંઘ પછી કોંગ્રેસના નારાયણ દત્ત તિવારી, સમાજવાદીપક્ષના મુલાયમ સિંઘ અને એમના પુત્ર અખિલેશ યાદવ, બસપાના માયાવતી, ભાજપના કલ્યાણ સિંઘ અને રાજનાથ સિંઘ મુખ્ય પ્રધાન બન્યા હતા.પરંતુ પેલો કાયદો રદ કરવાની કોઇએ પરવા ન કરી કારણ કે એ બધાંને લાભદાયક લાગી હતી.હાલ પોતાને સાધુ ગણાવતા યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન છે. આમ આદમીને અન્યાય કરે એવો આ કાયદો યોગીજી કેમ રદ કરતા નથી. 


Download Our B K News Today App



Related News