સાચા દેશભક્ત છે ટાટા, અચાનક એક દિવસ પ્લેનમાં મારી બાજુમાં બેઠા અને કિસ્મત બદલી નાખી, જાણીતા બિઝનેસમેને જણાવી કહાની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-24 15:16:45
  • Views : 223
  • Modified Date : 2022-06-24 15:16:45

 

રતન ટાટા સાથે મુલાકાત
જાણીતી હેલ્થકેર કંપની ChrysCapitalમાં પાર્ટનર સંજીવ કૌલે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા સાથે જોડાયેલો એક કિસ્સો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે ટાટાએ કેવી રીતે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં તેમની મદદ કરી હતી. તેની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. 

સ્ટાર્ટઅપ માટે રોકાણકારો ન મળ્યા 
સંજીવ કૌલ Linked પર લખે છે કે 2004માં તેઓ જેટ એરવેઝની ફ્લાઇટમાં મુંબઇથી દિલ્હી જઇ રહ્યા હતા. તે તેના નવા સ્ટાર્ટઅપ માટે રોકાણની શોધમાં હતા. આ સંદર્ભમાં તે દિવસે તે મુંબઈની એક મોટી કંપનીને ફંડિંગ માટે મળવા ગયો હતો, પરંતુ મીટિંગ સારી ન ચાલી તેથી તેઓ થોડા હતાશ થઈ ગયા.  અહીં વિમાનમાં સવાર માટે મુસાફરો સતત આવી રહ્યા હતા અને બીજી તરફ સંજીવ કૌલે લેપટોપમાં ઉદાસ મને પોતાના પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનને જોઇ રહ્યા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે તેઓ ક્યાં ખોટા હતા. આ દરમિયાન પ્લેનમાં શોર અચાનક બંધ થઇ જાય છે. સંજીવ કૌલે જેવી આંખો ઉંચી કરી કે તરત જ તે ટાટા ગ્રુપના માલિક રતન ટાટાને પોતાની બાજુની સીટ પર બેઠેલા જુએ છે. સંજીવને આશ્ચર્ય થયું કે આટલી મોટી સેલિબ્રિટી તેની બાજુમાં બેઠી છે. જો કે થોડા સમય બાદ તે ફરીથી પોતાના પીપીટીને જોવા લાગે છે. અત્યાર સુધી સંજીવ કૌલ અને રતન તાતા વચ્ચે એવી કોઇ વાતચીત થઇ નહોતી કે અચાનક ભૂલથી સંજીવની ટાઇ પર જ્યુસ ઢોળાઇ ગયું. આ જોઈને ટાટાએ તરત જ સંજીવને નેપકિનથી જ્યુસ સાફ કરવામાં મદદ કરી, ત્યારબાદ સંજીવે તેમનો આભાર માન્યો અને વાતચીત શરૂ થઈ ગઈ. 

થઈ ત્યારે હું હતાશ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, જ્યારે રતન ટાટાએ મને હતાશ થયેલો જોયો, ત્યારે તેમણે મને કારણ પૂછ્યું. આના પર સંજીવે કહ્યું કે, ભારતને બે વૈજ્ઞાનિકો ગુમાવવા જઈ રહ્યા છે જે દેશની પહેલી ફાર્માસ્યુટિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની બનાવવા માંગે છે. હવે તે વૈજ્ઞાનિકો અમેરિકા પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. કૌલે કહ્યું કે તે બે વૈજ્ઞાનિકો સાથે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે અને તેના ભંડોળના સંદર્ભમાં તે મુંબઇ આવ્યો હતો. પરંતુ તેણે પોતાના તમામ વિકલ્પો અજમાવ્યા છે, પરંતુ હજુ સુધી તેને ફંડિગ મળ્યું નથી. સંજીવ કૌલની વાત સાંભળીને રતન ટાટાએ તેને સાંત્વના આપી અને તેનો નંબર માગ્યો. ટાટાએ કહ્યું કે ટૂંક સમયમાં જ તમને અમારા ગ્રુપનો ફોન આવશે. ફ્લાઈટ પૂરી થયા બાદ રાત્રે 9 વાગ્યે સંજીવ કૌલને ટાટા ગ્રુપના જનરલ મેનેજરનો ફોન આવ્યો. મેનેજરની વાત સાંભળીને સંજીવને નવાઈ લાગી. 

ગ્રીન સિગ્નલ 
ટાટા ગ્રુપના જનરલ મેનેજરે સંજીવને કહ્યું કે શું તમે બીજા દિવસે પોતાના બે વૈજ્ઞાનિકો સાથે મુલાકાત માટે મુંબઈ આવી શકે છે? આ પછી સંજીવ કૌલ મુંબઈ જાય છે.  ત્યાં ટાટા બોર્ડની સામે પીપીટી આપે છે, ત્યારબાદ તેમને લીલી ઝંડી મળે છે.

રતન ટાટા દેશભક્ત છેઃ સંજીવ કૌલ
સંજીવ કૌલે રતન ટાટાને દેશભક્ત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે દેશભક્ત રતન ટાટાએ બ્રેન ડ્રેઇનને રોકવામાં મદદ કરી સંજીવ પોસ્ટની શરૂઆતમાં જ કહે છે કે દરેક જણ રતન ટાટા, ધ લિજેન્ડ વિશે વાત કરે છે.  હું રતન ટાટા, ધ પેટ્રિઅટ વિશે વાત કરીશ.

 

Download Our B K News Today App



Related News