પાલનપુરમાં ટ્રાફિકના નિયમનની મોકડ્રિલ દરમિયાન જ ટ્રાફિકજામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 15:11:00
  • Views : 455
  • Modified Date : 2020-02-12 15:11:00

પાલનપુરમાં ટ્રાફિકના નિયમનની મોકડ્રિલ દરમિયાન જ ટ્રાફિકજામ

પાલનપુરમાં રેલ્વે ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટ અંતર્ગત ગુરુનાનક ચોકથી કોઝીને સાંકળતા રેલ્વે બ્રિજના બંન્ને માર્ગો વારાફરતી ઊંચા કરવામાં આવનાર છે. જેની કામગીરી ૨૦ ફેબ્રુઆરીથી શરૂ કરવાની છે. ત્યારે સોમવારે ટ્રાફિકના નિયમન માટે એક તરફનો પુલ બંધ કરી તંત્ર દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી. જોકે, તે દરમિયાન જ ટ્રાફિકજામ થઈ ગયો હતો. ત્યારે પુલ ઊંચો કરવાની કામગીરી દરમિયાન ધોરણ ૧૦- ૧૨ની બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે ે રેલ્વે પુલ બોર્ડની પરીક્ષા બાદ ઊંચો કરવામાં આવે તેવો સુર ઉઠવા પામ્યો છે.સરકાર દ્વારો રેલ્વે ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટ અંતર્ગત નવી રેલ લાઇન નાખવામાં આવી રહી છે. આ ટ્રેક ઉપર દોડનારી ડબલ ડેકર ટ્રેનો વર્તમાન સમયના પુલને અડકી જાય તેમ હોઈ તમામ પુલો ઊંચા કરવામાં આવી રહ્યા છે. જ્યાં ગુરુનાનક ચોકથી કોઝીને સાંકળતા રેલ્વે બ્રિજના બંન્ને માર્ગો વારાફરતી ઊંચા કરવામાં આવનાર છે. જેની કામગીરી ૨૦ ફેબ્રુઆરીથી શરૂ કરવાની છે. ત્યારે સોમવારે ટ્રાફિકના નિયમન માટે એક તરફનો પુલ બંધ કરી તંત્ર દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી. 




Download Our B K News Today App



Related News