ગઢ ખાતે વિદ્યાર્થીઓએ ગુલાબ આપી ટ્રાફિકના નિયમો સમજાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 14:39:47
  • Views : 479
  • Modified Date : 2020-01-22 14:39:47

 ગઢ ખાતે વિદ્યાર્થીઓએ ગુલાબ આપી ટ્રાફિકના નિયમો સમજાવ્યા ગઢ કેળવણી મંડળ સંચાલિત ભાનુબેન રમેશભાઈ ઉત્તમલાલ પેથાણી પરિવાર વિદ્યાસંકુલના માતૃ વી.એન.જગાણીયા ઉચ્ચતર માધ્યમિક વિભાગના એન.એસ.એસના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ગઢ ત્રણ રસ્તા વિસ્તારમાં આવતા જતા વાહનચાલકોને ગુલાબનું ફુલ આપી ટ્રાફિકના નિયમો સમજાવ્યા હતા અને અકસ્માત રોકવા માટે દ્વીચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટેની અપીલ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ.ઓફિસર ડી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ ઉજવાયો હતો.


Download Our B K News Today App



Related News