રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે આવી નવી ખુશખબરી, હવે ટ્રેનમાં આ રીતે મળશે મફતમાં મનોરંજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 12:10:16
  • Views : 524
  • Modified Date : 2019-07-22 12:10:16

રેલવે મુસાફરો માટે નવી નવી સુવિધાઓમાં સતત વધારો કરી રહ્યું છે. ત્યારે રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે એક નવી ખુશખબરી આવી છે. રેલવે એપ્લિકેશન દ્વારા ટિકીટ અને જમવાનું બુકિંગ કરવાની સુવિધા આપ્યા પછી રેલવે મંત્રાલય મુસાફરી દરમિયાન અને ટ્રેનના સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા સમયે હવે તમે કંટાળો નહી અનુભવો. રેલવે એક નવી એપ્લિકેશન વિકસિત કરી રહ્યું છે. ત્યારબાદ મુસાફર મફતમાં મનોરંજન અને સમાચાર સરળતાથી તેમના મોબાઈલ પર જોઈ શકશે.રેલવે બોર્ડે તેના માટે રેલટેલ કોર્પોરેશનને આ એપ્લિકેશન વિકસિત કરવા માટે કહ્યું છે. આ એપ્લિકેશન પર મુસાફરોને ટીવી સિરીયલથી લઈને સમાચાર અને ફિલ્મો પણ જોવા મળશે. શરૂઆતમાં આ એપ્લિકેશનનો ઉપયોગ 1600 સ્ટેશનો પર કરવામાં આવશે. જ્યાં હાલમાં મફત વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવી રહી છે.ઓક્ટોબર મહિના સુધી બાકીના 4700 સ્ટેશન પર પણ લોકોને આ પ્રકારની સુવિધા મળશે. મુસાફરોને એપ્લિકેશન પર ગીત, ભક્તિ, કાર્યક્રમ, સમાચાર, ફિલ્મો, વગેરે જોવા મળશે. રેલવે આ એપ્લિકેશન પર જાહેરાત પણ ચલાવશે, જે કમાણીનો મુખ્ય આધાર રહેશે. આ જાહેરાત એપ્લિકેશનના હોમ પેજ અને કાર્યક્રમોની વચ્ચે ચાલશેરેલટેલ ઝડપી જ આ એપ્લિકેશનને તૈયાર કરવા માટે ટેન્ડર નિકાળશે. એપ્લિકેશન માત્ર રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર જ કામ કરશે. એપ્લિકેશનની સેવા લેવા માટે મુસાફરોને રેલવેના વાઈ-ફાઈથી કનેક્ટ કરવુ પડશે, ત્યારે જ તે આ સુવિધાનો લાભ લઈ શકશે.

Download Our B K News Today App



Related News