કાંકરેજ પાસે તેલના ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત તેલની રેલમછેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 16:58:12
  • Views : 480
  • Modified Date : 2019-11-13 16:58:12

બનાસકાંઠાના થરા-રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતા ટેન્કરમાંથી ઢોળાઈ રહેલું તેલ લેવા માટે લોકોએ લૂંટ મચાવી હતી. થરા- રાધનપુર નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાધતેલ ભરેલું ટેન્કર અને ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ટેન્કરમાંથી તેલ ઢોળાતા રોડ પર તેલની રેલમછેલ થઈ ગઈ હતી.જોકે આ બનાવની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોએ રીતસર ટેન્કરમાંથી ઢોળાઇ રહેલા તેલની ઉઘાડી લૂંટ મચાવી હતી જેના કારણે આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ વાસણમાં ભરીને તેલની ઉઠાંતરી કરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી.

Download Our B K News Today App



Related News