તાપીના કિનારાના ગામડાને એલર્ટ પર ઃ તંત્ર પણ સાબદુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 12:34:54
  • Views : 709
  • Modified Date : 2019-07-30 12:34:54

 ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં જળગાંવ જિલ્લાનાં હથનૂર ડેમ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૪૭૨ મીમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે હથનૂર ડેમ ઓવરફ્‌લો થઈ ગયો હતો. પરિણામે આજે હથનૂર ડેમના તમામ કુલ ૪૧ દરવાજા ખોલી દેવામાં આવ્યાં હતા. જેથી ડેમમાંથી પ્રતિ સેકંડ ૪ હજાર ૮૩૯ ક્યુસેક પાણી છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રનાં જળગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજયના તાપી, સુરત ગામના લોકોને એલર્ટ પર રાખી દેવામાં આવ્યાં છે. હથનૂર ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે, જે ઉકાઈ ડેમમાં આવશે ત્યારે પરિÂસ્થતિ જાખમાય નહી તેની અગમચેતીરૂપે તંત્ર દ્વારા અત્યારથી જ ભારે સતર્કતા દાખવવામાં આવી રહી છે. હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ, ટેક્સા ચિખલદરા અને બ-હાણપૂર આ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૪૭૨ મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રનાં તાપી અને પુર્ણા નદીને મોટા પ્રમાણમાં પુર આવ્યા છે. મોટા પ્રમાણમાં વરસાદ પહેલીવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ રાજ્યમાં બૈતૂલ વિસ્તારમાંથી તાપી નદીનો ઉદ્દભવ થયો છે અને મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીમાં પુર આવતાં હથનૂર ડેમના પાણી વધી જતાં ૪૧ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. હથનૂર ડેમના અધિકારી કર્મચારીઓ ડેમ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અલબત્ત, હથનૂર ડેમનું પાણી હજુ એટલુ બધુ ઉકાઈ ડેમમાં આવ્યું નથી.  હથનૂર ડેમથી પાણી છોડાયું છે જે ઉકાઈ ડેમ ખાતે આવશે ત્યારે પરિÂસ્થતિ જાખમાય નહી તેના માટે વિવિધ પગલા


Download Our B K News Today App



Related News