પોલીસને ૧૧ મહિનાથી ગુમ થયેલ સગીર યુવતિની કોઈ ભાળ નથી વજાપુર ગામે દીકરીને પરત લાવવા પરિવારજનોની સોશિયલ મીડિયા થકી તંત્રને અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 11:30:47
  • Views : 435
  • Modified Date : 2019-07-19 11:30:47

ભાભરના વજાપુર ગામે
સંગીર યુવતિનું અપહરણને આજે ૧૧ મહિના વિતવા છતાં પોલીસને કોઈ ભાળ ન મળતા હવે દીકરીને પરત લાવવા માટે પરિવારજનો  પોલીસ મથકના ધરમ ધક્કા ખાઈ થાકી ગયા બાદ આખરે સોશિયલ મીડિયા થકી લોકો અને તંત્રને અપીલ કરી છે. કેન્સર પીડિત પિતા દીકરી કયારે પાછી આવશે તેની રાહ જાઈ બેઠાં છે.
ભાભરના વજાપુર ગામે
૪-૯-૨૦૧૯ના રોજ એક ૧૫ વર્ષની સંગીર યુવતિનું ગામના ઈસમ દ્વારા લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. જે મામલે સગીર યુવતિના પિતાએ ભાભર પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. જેનો આજે ૧૧ મહિના જેટલો સમય વિતવા છતાં પોલીસને અપહરણ થયેલ સગીર યુવતિની કોઈ ભાળ મળી નથી. પરિવારજનોનું કહેવું છે, કે અમારી દીકરીની ઉંમર ૧૫ વર્ષની છે. અમારા ગામનો પ્રહલાદ મિરખાનજી ઠાકોર દીકરીને ફોસલાવી લગ્ન કરવા ના ઈરાદે અપહરણ કરી ભગાડીને લઈ ગયેલ છે. અમોએ પોલીસ મથક ખાતે ફરિયાદ આપી છે પરંતુ આજદીન સુધી કોઈ ભાળ મળી નથી સગીર દીકરીના પિતા કેન્સર થી પીડાઈ રહ્યા છે અને હજુ રાહ જાઈ બેઠાં છે કે દીકરી પાછી આવશે અમો પોલીસ મથકના ધરમધક્કા ખાઈ થાકી ગયા છીએ પણ કોઈ નિવારણ આવ્યું નથી. જેથી હવે અમો  મીડિયા થકી દીકરીને પરત લાવવા તંત્ર સમક્ષ અપીલ કરી છે. અમારી માંગણી છે કે જિલ્લા પોલીસવડા આ બાબતે યોગ્ય પગલાં લઈ કેન્સર પીડિત પિતાનું તેની દીકરી સાથે મિલન કરાવે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News