તમિલનાડુ મહિલાની ટ્રક મારફતે ડીસા સુધી સફર : પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહિલા ટ્રક ચલાવી પતિને બને છે મદદરૂપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-14 11:41:27
  • Views : 696
  • Modified Date : 2021-07-14 11:41:27

    આમ તો દર વર્ષે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓનું મનોબળ વધે તે માટે મહિલા સશક્તિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જે અંતર્ગત દર વર્ષે અનેક મહિલાઓ પ્રગતિના પંથે જઇ રહી છે આજે મોટાભાગની મહિલાઓ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલી છે ખાસ કરીને આજે મહિલાઓ પુરુષો સમોવડી બને તે માટે મહિલાઓ પણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે દિવસે દિવસે ટેકનોલોજી યુગ વધી રહ્યો છે તે પ્રમાણે મહિલાઓ પણ દેશના ટેકનોલોજી યુગ સાથે જોડાઈ આજે દેશનું નામ રોશન કરી રહી છે.

    આમ તો સામાન્ય રીતે મહિલાઓ ઘરનાં કામોમાં વ્યસ્ત રહેતી હોય છે પરંતુ આજે જે પ્રમાણે દેશ પ્રગતિના પંથે જઇ રહ્યો છે તે પ્રમાણે આજના યુગની મહિલાઓ વિવિધ ક્ષેત્રે અનેક વ્યવસાય સાથે પુરુષોની સન્માન જોડાઈ રહી છે ત્યારે વાત કરવામાં આવે તો તમિલનાડુ ખાતે રહેતી જ્યોતિમની નામની મહિલા છેલ્લા બાર વર્ષે પોતાના પતિની ટ્રક ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે આ મહિલા બાર વર્ષથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રક મારફતે માલસામાનની હેરાફેરી કરી રહી છે પોતાની ટ્રકમાં સંપૂર્ણપણે રસોડું પણ તૈયાર કરવામાં આવી છે જેથી તમિલનાડુ થી નીકળેલી ટ્રક અન્ય રાજ્યોમાં લઈને જાય ત્યારે જમવાની કોઈ તકલીફ ન પડે આમ છેલ્લા ૧૨ વર્ષથી આ મહિલા પોતાના પતિ ની સાથે તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં ટ્રક મારફતે સફર કરી છે.

      આજે સમગ્ર ભારતભરમાં મોટાભાગની મહિલાઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાના મોટા અનેક વ્યવસાયો સાથે જોડાયેલી છે જેના કારણે આજે મહિલાઓ પણ પુરુષ સમાન રોજગાર મેળવી રહી છે ત્યારે તમિલનાડુની જ્યોતિમની નામની મહિલા છેલ્લા ૧૨ વર્ષથી પ્રકાશ ફેલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે તમિલનાડુ થી ખાલી લઈને નીકળેલી આ મહિલા ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પ્રવેશ કરે છે અને જે ડીસા ખાતે છેલ્લા ૧૨ વર્ષથી શાકભાજી કરિયાણું અને ખાસ કરીને ડીસાના બટાટા ભરવા માટે આવે છે ત્યારે આજે આ મહિલા ડીસાના શિવ શંકર કોલ્ડ સ્ટોરેજ ખાતે પોતાની ટ્રક લઈને પોતાના પતિ સાથે પહોંચી હતી જ્યાં આ મહિલાએ પોતાની ટ્રકનાં 500 ટન બટાટા ભર્યા હતા. અને સંપૂર્ણ જવાબદારીથી આ મહિલા છેલ્લા ૧૨ વર્ષથી સુરક્ષિત રીતે ટ્રક ચલાવી રહી છે પોતાના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી ધરાવતી આ મહિલાનું માનવું છે કે પોતાના પતિને અન્ય કોઈ માણસ પૈસાથી ન રાખવો પડે તે માટે પોતે પોતાના પતિ પાસેથી ટ્રક ચલાવવાનું શીખી હતી અને આજે છેલ્લા ૧૨ વર્ષથી પોતાના પતિની સાથે રાત દિવસ ચલાવી પોતાના પતિને મદદરૂપ બની રહે છે.

    આમ તો આપણે જોઈએ છીએ કે મોટાભાગે ટ્રક એ પુરુષો ચલાવતા હોય છે પરંતુ આજે તમિલનાડુ થી એક મહિલા બટાકા ભરવા માટે ટ્રક લઈને ડીસા શિવ શંકર કોલ્ડ સ્ટોરેજ ખાતે પહોંચી હતી જ્યાં મહિલાને ટ્રક ચલાવતા જોતા લોકો પણ આશ્ચર્ય માં પડ્યા હતા અને જ્યાં ટ્રક લઈને મહિલા પહોંચે ત્યાં લોકો મોટી સંખ્યામાં મહિલાને જોવા માટે ઉમટી પડ્યા હતા ડીસા ખાતે પહોંચેલી આ મહિલા છેલ્લા ૧૨ વર્ષથી ડીસાના શિવ શંકર કોલ્ડ સ્ટોરેજ ખાતે વર્ષમાં પંદર વખત બટાટા ભરવા માટે આવે છે અને બટાટા ભરીને તમિલનાડુ ચાર દિવસે પહોંચે છે ત્યારે આ અંગે કોલ્ડ સ્ટોરેજ ના માલિક બાબુભાઈએ જણાવ્યું હતું કે અમારા કોલ્ડ સ્ટોરેજ પર આ મહિલા છેલ્લા ૧૨ વર્ષથી બટાટાની ખરીદી કરવા માટે આવે છે અને ટ્રકમાં બટાટા કરીને તે અલગ-અલગ રાજ્યોમાં બટાટા મોકલે છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે દિવસેને દિવસે પુરુષોની સરખામણીમાં આજે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે વ્યવસાય સાથે જોડાઈ સારી એવી કમાણી કરી રહી છે.

Download Our B K News Today App



Related News