વટવાના એપાર્ટમેન્ટમાં ખુલ્લી તલવારો સાથે તસ્કરો ઘૂસી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-01 17:54:56
  • Views : 453
  • Modified Date : 2019-08-01 17:54:56

પોલીસસૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વટવા જીઆઇડીસી નજીક વિંઝોલ રોડ પરના સત્સંગ એપાર્ટમેન્ટમાં થોડા દિવસ પહેલાં ત્રણ ચોર ટોળકી ચોરી કરવા આવી હતી. આ ટોળકીના તમામ પોતાનું આખું મોં ઓળખી ન શકાય તે રીતે મોં પર બુકાની બાંધીને હાથમાં હથિયાર સાથે બેખોફ બની સત્સંગ એપાર્ટમેન્ટમાં બિનધાસ્ત ફરતા હતા.જે એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યા હતા. આ આખી ટોળકીએ સત્સંગ એપાર્ટમેન્ટના એક મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી હતી, પરંતુ તે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જોકે  આ એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે કઈ રીતે તસ્કરો ચોરી કરવા ફરી રહ્યા હતા.જોકે એપાર્ટમેન્ટના સીસીટીવી સામે આવતાં વટવા જીઆઈડીસી વિસ્તારમાં વિંઝોલ રોડ પર બનેલી આ ઘટના પછી પોલીસ પણ દોડતી થઈ છે. વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. આર. ગોહિલે જણાવ્યું હતું કે આ એપાર્ટમેન્ટમાં ચોરીની ઘટના બની હતી. જોકે ટૂંક સમયમાં આ ટોળકીને પકડી લેવામાં આવશે. પોલીસ દ્વારા આ ચોર ટોળકીને પકડવા એક સ્પેશિયલ ટીમ બનાવી લેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News