થરાદના કરબૂણમાં તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-16 15:49:40
  • Views : 536
  • Modified Date : 2020-08-16 15:49:40

    થરાદના કરબૂણ ગામે બનાસ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે થરાદ તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ કરબુણ ગામે સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે યોજાયો હતો. કરબૂણ ગામે આવેલી ગૌશાળાની પટાંગણમાં મહંત નાગરવનજી બાપજીના સાનિધ્યમાં અને બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં 251 વડ તેમજ અન્ય કુલ 500 જેટલા વૃક્ષ રોપ્યા હતા.

Download Our B K News Today App



Related News