આ ટૅલિવૂડ સ્ટારના ફૂઆ હતા અરુણ જેટલી, કંઈક આવો હતો પરિવારિક સંબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:55:18
  • Views : 621
  • Modified Date : 2019-08-24 15:59:21

બે વર્ષ પહેલાં પણ અરુણ જેટલીના જન્મદિવસે રિદ્ધિએ ટ્વિટર પર બર્થડે વિશ કર્યું હતું.આ પોસ્ટમાં રિદ્ધિએ જન્મદિવસના અભિનંદન આપતાં જેટલીને ફુઆ તરીકે મેન્શન કર્યા હતા. સાથે તેમના સારા સ્વાસ્થ્ય અને ખુશીઓની કામના કરી હતી. રિદ્ધીએ આ પોસ્ટમાં જેટલીને તેમના પરિવારનો મુખ્ય પ્રેરણાસ્ત્રોત પણ ગણાવ્યા હતા. રિદ્ધીની કરિયરની વાત કરીએ તો 'મર્યાદાઃ લેકિન કબ તક', 'રિશ્તા ડોટ કોમ', 'લાગી તૂઝસે લગન' જેવી અનેક સિરિયલ્સમાં કામ કર્યું છે. મર્યાદા સિરિયલમાં તેણે રાકેશ વશિષ્ઠની વિરુદ્ધમાં કામ કર્યું અને સાથે જ તેમના સંબંધની શરૂઆત થઈ. બંને નચ બલિયે 6માં 2011માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. 2019માં એટલે કે આઠ વર્ષ બાદ બંનેએ છૂટાછેડા પણ લીધા હતા. ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે એક્ટ્રેસ રિદ્ધી ડોગરા અને અક્ષય ડોગરા અરુણ જેટલીના સંબંધી છે. બંને એક્ટર્સ એકમેકના ભાઈ બહેન છે. તેઓ સંબંધીમાં અરુણના ભત્રીજી અને ભત્રીજો થાય છે. અરુણ જેટલીના નિધનના સમાચાર મળતાં જ રિદ્ધી ડોગરાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને દુઃખ દર્શાવ્યું હતું.


Download Our B K News Today App



Related News