આ ટેલિકોમ કંપનીનો આવ્યો અનલિમિટેડ કોલિંગ પ્લાન, રૂ.151માં 180 દિવસની વેલિડિટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 14:24:36
  • Views : 1272
  • Modified Date : 2019-06-18 14:24:36

બીએસએનએલ (BSNL) તેના પ્રિપેડ ગ્રાહકો માટે ‘અભિનંદન 151’ નામથી પ્રિપેડ રીચાર્જ પ્લાન લઇને આવ્યું છે. બીએસએનએલનો આ પ્લાન 24 દિવસો માટે છે. અને આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા મળશે. જો કે, આ પ્લાનના નામથી લઇને બીએસએનએલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ પ્લાનનું નામ ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડરના નામ પર રાખવામાં આવ્યું છે કે નહીં.આ નવા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, 1 જીબી ડેટા દરરોજ, 100 એસએમએસ મળશે. 151 રૂપિયાનો આ પ્રીપેડ પ્લાન દેશભરમાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનિય છે કે નવા પ્રીપેડ પ્લાન અભિનંદન-151 ની વેલિડિટી 180 દિવસ સુધી થશે. ફાયદાની વાત કરીએ તો દિલ્હી, મુંબઇ સહીત તેમાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને રિમિંગ કોલ્સ કોઇપણ નેટવર્ક પર કરી શકાય છે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર આ પ્લાનને લિસ્ટેડ કર્યો છે. આ નવા એમએનપી કરવામાં આવેલા ગ્રાહક અને હાલના ગ્રાહકો બંને માટે લાગૂ છે.

જોકે બીએસએનએલના આ પ્લાન સાથે મળનાર ફ્રી સેવાઓ ફક્ત 24 દિવસો સુધી માન્ય હશે. પ્લાનની વેલિડિટી 180 દિવસોની હશે પરંતુ ફ્રી કોલિંગ અને મેસેજ 24 દિવસ જ મળશે. તમે આ પ્લાનને સરળતાથી એક્ટિવેટ કરાવી શકો છો. તેના માટે ગ્રાહકોને PLAN 151 લખીને 123 પર મેસેજ કરવાનો રહેશે.

Download Our B K News Today App



Related News