નેલાઉમાં તળાવની મજબૂતીકરણ કરવા લોકમાંગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 10:42:19
  • Views : 358
  • Modified Date : 2020-03-19 10:42:19

તાલુકાના નેલાઉ તળાવ ની સંરક્ષણ દિવાલ અને એપ્રોનના લીકેજને દૂર કરી તેનું મજબૂતીકરણ કરી તળાવની ઊંચાઈ 2 ફૂટ વધારવા સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. વિજયનગર તાલુકાના વસાઈ ગ્રામપંચાયત હસ્તકના રાજસ્થાન સરહદે આવેલા નેલાઉ ગામે રજવાડા સમયમાં બનેલા તળાવનું 1970 દુષ્કાળમા તળાવ ખોદવામાં આવ્યું હતું. જેમાં હાલ આશરે 20 એકર થી વધુ જમીનમાં પથરાયેલા આ તળાવમાં રાજસ્થાનના ગતરાલી, પાડેલા વિસ્તારમાંથી ચોમાસામાં આ તળાવમાં હજારો લિટર પાણી સ્ટોરેજ થાય છે. જેમાં 1987 માં સિંચાઇ ખાતા દ્વારા પાકું વેસ્ટ વિયર બનાવી પાણીનો નિકાલ કર્યો હતો. જેની સંરક્ષણ દિવાલ અને ઍપ્રોનમાંથી લીકેજ થતુ પાણી વેડફાઈ રહ્યું હતું. જ્યાં બોડી વોલ અને ઍપ્રોનના લીકેજ ને દૂર કરી તેનું મજબૂતીકરણ કરી તળાવ 1 ની ઊંચાઈ 2 ફૂટ વધારવા સ્થાનિક લોકોએ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ સમક્ષ રજૂઆત કરતા તા.પં.ના પૂર્વ પ્રમુખ યશ કોટવાલ, મનરેગાના ઈજનેર નટુભાઈ ડાભી, સ્થાનિક આગેવાનો બાલુભાઈ પટેલ, જીવાજી સંગાથ, સુરેશભાઈ ગઢવીએ સોમવારે તળાવ ની સ્થળ મુલાકાત લઈ સમારકામ માટે સબંધિત વિભાગને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News