"તકલીફ સામે લડવું હોય તો એ ભૂલવું પડશે કે હું એક છોકરી છું'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-08 13:11:54
  • Views : 427
  • Modified Date : 2020-03-08 13:11:54

કેટલાક લોકો કહે છે, સ્ત્રીનું કોઈ ઘર નથી, પરંતુ મારો વિશ્વાસ છે, સ્ત્રી વિનાનું ઘર એ ઘર નથી હોતું. આમ તો 365 દિવસમાંથી ભાગ્યે જ કોઈ દિવસ હશે, જે મહિલા વગર જતો હોય. કેમ કે, દરેક ક્ષેત્રમાં આપણને ડગલે ને પગલે મહિલા વગર ચાલતું નથી. અને આ એક સત્ય હકિકત છે. દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે. કેમ કે, ભગવાનને પણ દુનિયામાં જન્મવા માટે માની જરૂરત પડે છે. તો આપણે માનવી તો ઘણી દૂરની વાત છે. હું નારી શક્તિને હંમેશાં વંદન કરું છું. નારી તું નારાયણી... દુનિયાની એ તમામ નારીને હજારો સલામ, જે દુનિયાનું ઘડતર કરવામાં અમૂલ્ય ફાળો આપી રહ્યાં છે. સ્ત્રીઓને લાઈફમાં જે પણ મુશ્કેલીઓ આવે જાતે લડવું પડે છે. મને એવું લાગે છે કે, સ્ત્રીનું બીજું નામ જ સહનશક્તિ છે. સ્ત્રી ધારે એ કરી શકે છે. જીંદગીમાં પણ જો કોઈને એમ હોય કે કોઈ આવશે મુશ્કેલીમાં સાથ આપવા, તો એ જ એની તકલીફનું કારણ બને છે. અત્યારના સમયમાં જો કોઈએ લાઈફમાં આવતી તકલીફની સામે લડવું હોય તો અને એ વાત ભૂલવી પડશે કે હું એક છોકરી છું. હું કરી શકું. તેને એ જ વિચારવું પડે કે હું છોકરી છું તો પણ મુશ્કેલીઓનો સામનો કરી શકું છું. એક સ્ત્રી જ હોય છે જે દુ:ખ સહન કરી શકે છે. પણ મુશ્કેલીઓનો સામનો એ સ્ત્રી જ કરી શકે છે. મારી ઉંમર ખૂબ જ નાની છે પણ અનુભવથી એટલું જરૂર કહીશ કે જો તમે પણ માનશો કે મુશ્કેલીઓ તો લાઈફનો એક ભાગ જ છે અને એની સામે લડવું પડશે, તો મુશ્કેલીઓ સામે દરેક ગર્લ્સ લડી શકે છે અને સમાજ પણ એનો જ સાથ આપે છે જે છોકરી પોતાની હિંમત બતાવે છે. વસંતીબેન કાંતિલાલ મકવાણા, મહેસાણા નગરપાલિકામાં ફરજ બજાવતાં 250 મહિલા સફાઇ કામદારો પૈકીનાં એક છે. જે રોજ રાત્રે શહેરને સાફ રાખવા રાતે પણ સફાઇકાર્ય કરે છે. તેઓ 20 વર્ષથી આ કાર્ય કરી રહ્યાં છે. આવી બીજી મહિલા કામદારો પણ છે જે ઇચ્છે છે કે મારું મેહોણા ચોખ્ખું ચણાક રહે. આખો મહિનો કામ કરે તો હંગામી મહિલા રોજમદારને રૂ.9600 પગાર મળે છે. પાલિકામાં કાયમી મહિલા સફાઈ કામદાર માત્ર 44 છે, જેમને મહિને રૂ.16,220 લેખે પગાર ચૂકવાય છે. આમ વર્ષે દહાડે સફાઇ કામદારો પાછળ દોઢેક કરોડ રૂપિયા પગાર ખર્ચ તેમજ અન્ય ખર્ચ મળી પાલિકા રૂ.7.69 કરોડ ખર્ચ સફાઇ પાછળ કરે છે. સામે નગરપાલિકાને સફાઈવેરા પેટે માત્ર રૂ.1.03 કરોડની આવક થાય છે, જે માત્ર 13.5 ટકા જ છે. એટલે કે સફાઈ વેરાની આવક કરતાં સફાઈ પાછળ ખર્ચ ઘણો વધુ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરના 80 ટકા લોકો સફાઈવેરો તો ભરે છે, પરંતુ તે સામાન્ય દર હોઇ પાલિકાને ઝાઝી આવક થતી નથી. પાલિકા હાલ સામાન્ય સફાઈ દર વર્ષે માત્ર રૂ.100, બિન રહેણાંકમાં રૂ.200 અને હોટલોમાં રૂ.1000 વસૂલી રહી છે.

Download Our B K News Today App



Related News