ટાઈપ-૨ ડાયાબિટીસ ધરાવતા લોકોના શરીરમાં વધારે ચરબી ફેલાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 16:13:05
  • Views : 418
  • Modified Date : 2020-01-02 16:13:05

શરીરમાં ફેટ એટલે કે ચરબીનું વધારે પ્રમાણ સ્વાથ્ય માટે હાનિકારક હોય છે. ડાયાબિટીસના દર્દીઓને તેની વધારે અસર થાય છે. ટાઈપ-૨ ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ફેટ પિત્તાશય અને સ્વાદપિંડુમાં વધારે ફેલાય છે. ‘સેલ મેટાબોલિઝમ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રીસર્ચમાં આ વાત સામે આવી છે.યુનાઇટેડ કિંગ્ડમની ન્યૂ કેસલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં આ રીસર્ચમાં અગાઉ ટાઈપ-૨ ડાયાબિટીસ ધરાવતા કેટલાક વોલન્ટિયર્સને સામેલ કરાયા હતા. ડ્ઢૈઇઈઝ્ર્‌ ટ્રાયલ નામની પદ્ધતિથી આ તમામ લોકોએ ડાયાબિટીસના રોગને નાબૂદ કર્યો હતો. આ તમામ લોકોએ પોતાના વજનમાં ઘટાડો કર્યો હતો.આ તમામ લોકો પર તેમનાં ફેટ લેવલ, વજન સહિતના પરિબળોનું અવલોકન કરવામાં આવ્યું હતું.રીસર્ચમાં સામેલ લીડ ઓથર રોય ટેલર અનુસાર, ‘જ્યારે ફેટ ચામડીની અંદર સુરક્ષિત રીતે સંગ્રહ થતું નથી ત્યારે તે પિત્તાશયમાં જમાં થવા લાગે છે અને ધીરે ધીરે તે સ્વાદપિંડુ સહિત આખા શરીરમાં ફેલાય છે. આ ફેટ સ્વાદપિંડુમાં ભરાઈ જવાથી ઈન્સુલિન (શરીરમાં શુગરનો સંગ્રહ કરતો હોર્મોન) ઉત્પન્ન કરતા જનિનને રોકે છે. તેને લીધે ટાઈપ-૨ ડાયાબિટીસ થાય છે.’આ રીસર્ચમાં પુરવાર થયું છે કે પિત્તાશય અને સ્વાદપિંડુમાં વધારે પડતા ફેટને કારણે ટાઈપ-૨ ડાયાબિટીસ થાય છે. રીસર્ચમાં એમ પણ પુરવાર થયું છે કે ડ્ઢૈઇઈઝ્ર ટ્રાયલમાં લો-કેલરી ડાયટ લેવાથી ડાયાબિટીસ નાબૂદ કરી શકાય છે. રીસર્ચમાં સામેલ ચોથા ભાગના વોલન્ટિયર્સે ૧૫ કિલોગ્રામ વજન ઓછું કર્યુ હતુ. આ વજન ઓછું કરનારા ૧૦માંથી ૯ લોકોમાં ડાયાબિટીસ નાબૂદ થયો હતો.


Download Our B K News Today App



Related News