ગુજરાતમાં તંત્ર “ઇલેક્શન મોડ”માં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 13:12:46
  • Views : 287
  • Modified Date : 2022-10-07 13:12:46

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હોવાથી કેન્દ્રીય આગેવાનોનું રાજ્યમાં આગમન વધતા જ રાજકીય પક્ષોની સાથે સમગ્ર વહીવટી તંત્ર ઇલેક્શન મોડમાં આવી ગયું છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનઃ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ૯ ૧૦ ૧૧ ઓક્ટોબર ના રોજ પાંચ જિલ્લાઓમાં વિવિધ સ્થાનો પર જાહેર સભાઓને સંબોધશે તથા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરનાર છે વડાપ્રધાનના આગમનને લઈ રાજકીય ગરમાવો આવી રહ્યો છે દેશના વડાપ્રધાન આ અગાઉ સપ્ટેમ્બર મહિનાની ૨૯ ૩૦ તારીખે ગુજરાત આવ્યા હતા ત્યાર પછી તરત જ તેમના આગમને લઈને ચૂંટણી લક્ષી કવાયતો તે જ બની ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના ટોચના નેતાઓ એક પછી એક તબક્કાવાર ગુજરાત આવી રહ્યા છે ચૂંટણી પંચના કેન્દ્રીય અધિકારીઓ આગળ આવી ચૂક્યા છે આમ કેન્દ્રીય મહાનુભાવના આગમનના પગલે ચૂંટણીના નગારે ઘા વાગી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ ૧૦ ૧૧ ઓક્ટોબરના રોજ પાંચ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો માં ઉપસ્થિત રહેનાર છે ત્યાં તેઓ જાહેર સભાઓને સંબોધશે તે સાથે જ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરનાર છે વડાપ્રધાન નવમી ઓક્ટોબરના રોજ મહેસાણાના મોઢેરા ખાતે જાહેર સભાને સંબોધન કરશે તથા દૂધસાગર ડેરી ખાતે પાવર પ્લાન્ટ નું લોકાર્પણ કરશે ત્યાર પછી તેઓ બહુચરાજી મંદિર ખાતે જશે ત્યાંથી તેઓ ગાંધીનગર પરત ફરશે અને રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.૧૦ ઓક્ટોબરના રોજ ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુરત કરશે જ્યારે આણંદના વિદ્યાનગર ખાતે જન સભાને સંબોધશે જ્યારે જામનગર ખાતે સૌની યોજના અંતર્ગત લિંક વન ના પેકેજ પાંચનું પ્રોજેક્ટનું ખાતમુરત કરશે બીજી તરફ ૧૧ ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે વિકાસના કાર્યોને પ્રજાને સમર્પિત કરશે.ટૂંકમાં વડાપ્રધાનના ગુજરાતમાં સતત આગમનને કારણે વાતાવરણ ધીમે ધીમે ચૂંટણીમય બની રહ્યું છે સામાન્ય રીતે કેન્દ્રના મોટા માથાઓના આગેવાનોનું આગમન થાય ત્યારે ચૂંટણીના પડઘા વાગી રહ્યાનું સ્પષ્ટ થતું હોય છે ગુજરાતમાં કાર્યરત સરકારની સમય અવધી પૂરી થવા આવી રહી છે તેથી રાજકીય પક્ષો ચુંટણીના મોડમાં આવી ગયા છે એટલું જ નહીં વહીવટી તંત્ર પણ તેમની રીતે તૈયારીઓમાં જાેતરાઈ ગયું છે.

Download Our B K News Today App



Related News