ગઢડા સ્વામીનારાયણ મંદિરના ‘ધર્મયુદ્ધ’માં દેવ પક્ષનો વિજય, આચાર્ય પક્ષનો પરાજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 13:39:18
  • Views : 425
  • Modified Date : 2019-05-07 13:39:18

સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ પ્રસાદી સ્થાન સમા ગઢપુર ગઢડા(સ્વામીના) મુકામે વિદ્યમાન ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી રવિવારે ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઇ હતી. આજે તેની મતગણતરી યોજાઇ હતી. છેલ્લા તેર વર્ષથી ચાલી રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને કોર્ટ કાર્યવાહી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જયારે ત્યાગી વિભાગની બે બેઠક પર 95 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. ગઢડામાં આશરે 20 હજાર જેટલા મતદારો છે.ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં દેવ પક્ષની જીત થઈ છે. દેવ પક્ષના 4 ઉમેદવારોના પેનલની જીત થઈ છે. તો સામે આચાર્ય પક્ષની હાર થઈ છે. હવે ગઢડા ટેમ્પલ બોર્ડ પર દેવ પક્ષનો કબ્જો રહેશે. હરજીવન સ્વામીના હાથમાં ગઢડા ટેમ્પલ બોર્ડની સત્તા રહેશે. આ ચૂંટણીમાં 14,000 હજાર હરીભક્તોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો. મત ગણતરી કેન્દ્ર બહાર જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે આ મતદાન દરમ્યાન એક બોગસ મતદાર નોંધાતા તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી અન્યથા એંકદરે દિવસભર શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી 13 વર્ષ બાદ યોજાઇ હતી.ગઢડા મંદિરની ચુંટણીની મત ગણતરીનો ગૃહસ્થ વિભાગનો પહેલો રાઉન્ડ બપોરે 2 વાગ્યાની આસપાસ પૂર્ણ થયો હતો. 1 થી 10 નંબરના બુથની ગણત્રરીમા બંને પક્ષો વચ્ચે મતોની ખરાખરીનો જંગ જામ્યો હતો બાદમાં બીજો રાઉન્ડમાં 11 થી 20 ટેબલની ગણત્રરીની કામગીરી શરૂ થઇ હતી. હાલમાં સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગનુ પરીણામ એકીસાથે જાહેર કરવામાં આવી શકે છે.તમને જણાવી દઇએ કે, મતગણતરીને લઈને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી હતી. ઉમેદવાર અને એજન્ટ સિવાય કોઈને મતગણતરી કક્ષમાં એન્ટ્રી આપવામાં આવી નહતી. જોકે. સ્વામીને એન્ટ્રી ન આપતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન આચાર્ય પક્ષના હરિભક્તોની પોલીસ સાથે બોલાચાલી પણ થઇ હતા.

Download Our B K News Today App



Related News