ઉ.ગુ.ના ધો.10ની ઉત્તરવહીઓના કડીના ગણેશપુરા પાલા કેન્દ્રના નિયામક સસ્પેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-20 13:10:17
  • Views : 453
  • Modified Date : 2020-03-20 13:10:17

 ઉત્તર ગુજરાતના પાંચ અને અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના શિક્ષણબોર્ડ દ્વારા નિયત કરાયેલા કડીના ગણેશપુરા પાલા કેન્દ્રમાં ઉત્તરવહીના પેકિંગ સહિતની કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવાતી હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગના આદેશથી મંડળ દ્વારા પાલા કેન્દ્રના નિયામકને પરીક્ષા કામગીરીમાંથી ફરજ મોકૂફ કરી દેવાયા છે. સાત જિલ્લાના ધો.10ની પરીક્ષાનું પાલા કેન્દ્ર કડીના ગણેશપુરા ગામના જે.એચ.પટેલ વિદ્યાતીર્થ સંકુલમાં ફાળવાયું છે. અહીં વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહીના પેકિંગ સહિતની કામગીરી કરાવાતી હોવાનું બહાર આવતાં શિક્ષણ બોર્ડના આદેશને પગલે જિલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ દ્વારા ગણેશપુરા પાલા કેન્દ્રની કામગીરી સંભાળતા નિયામક (કર્મચારી) કનુભાઇ હરિભાઇ પટેલને તાત્કાલીક અસરથી પરીક્ષા કામગીરીમાંથી મુક્ત કરી ફરજ મોકૂફ કરવા મંડળને જણાવાયું હતું. જેને પગલે ગણેશપુરા કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા હાલ શાળામાં ક્લાર્કની જવાબદારી સંભાળતા અને પાલા કેન્દ્રના નિયામક કનુભાઇ પટેલને પરીક્ષા કામગીરીમાંથી ફરજ મોકૂફ કરી દેવાયા છે. તેમની જગ્યાએ શિક્ષણ બોર્ડના એક અધિકારીને પાલા કેન્દ્રની જવાબદારી સોંપાઇ હોવાનું શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News