હૈદરાબાદમાં બનેલી ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશમાં પડી રહ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-03 16:34:04
  • Views : 641
  • Modified Date : 2019-12-03 16:34:04

 ડો. પ્રિયંકાને ન્યાય માટે શ્રદ્ધાંજલિ

હૈદરાબાદમાં બનેલી ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશમાં પડી રહ્યા છે. ત્યારે ડીસામાં પણ એકલવ્ય ગ્રુપ દ્વારા ડો.પ્રિયંકા રેડ્ડીને ન્યાય મળે અને આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર અને  ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ અને દીકરીઓ  સલામત રહે તે માટે  આજે કરોડો રૂપિયાના ખર્ચે  વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આવા કાર્યક્રમોનો  કઈ જ મતલબ ન હોય તેમ  આજે  એક પછી એક  હત્યા  અને  દુષ્કર્મના બનાવો બહાર આવી રહ્યા છે.જેમાં ભારત દેશના અનેક રાજ્યોમાં આજે  રોજ-બરોજના  અનેક દુષ્કર્મના બનાવો બહાર આવી રહ્યા છે.ત્યારે એકતરફ સરકાર  મહિલા અને દીકરીઓ  દેશમાં સુરક્ષિત છે તેવી વાતો કરી રહી છે. ત્યારે બીજીતરફ  છેલ્લા એક મહિનામાં  અનેક દુષ્કર્મના બનાવો બહાર આવ્યા છે.જેમાં આજે નાની ઉંમરની બાળકીઓ હોય કે પછી મહિલાઓ  કોઇપણ દેશમાં સુરક્ષિત જોવા મળતું નથી  ત્યારે હૈદરાબાદમાં  ડો. પ્રિયંકા રેડ્ડી સાથે દુષ્કર્મ કર્યા બાદ જીવતી સળગાવી અને હત્યાની ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર ભારતભરમાં પડી રહ્યા છે અને ભારતભરમાં લોકો વિવિધ કાર્યક્રમો યોજી અને ડૉ.પ્રિયંકા રેડ્ડીને ન્યાય મળે અને આરોપીઓને ફાંસીની સજા થાય તે માટેની માંગ કરવામાં આવી રહી છે.ત્યારે ડીસામાં પણ એકલવ્ય યુવા સંગઠન આદિવાસી સમાજ દ્વારા ડીસાના સાંઈબાબા મંદિર પાસે ડો.પ્રિયકા રેડ્ડીની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી ભાવભીની શ્રધાંજલિ  આપવામાં આવી હતી.ત્યારબાદ એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડો.પ્રિયંકા રેડી સાથે દુષ્કર્મ અને હત્યા કરી સળગાવી દેનાર આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ જેથી  આવી ઘટના બીજીવાર ન બને તે ભાગરૂપે ડીસા ખાતે કાર્યરત એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડીસાના સાઈબાબા મંદિર ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં ડોક્ટર પ્રિયંકા રેડીને શ્રદ્ધાંજલિ આપી અને આવી ઘટના સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એકલવ્ય યુવા સંગઠનના આદિવાસી સમાજના નવયુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


Download Our B K News Today App



Related News