સુરતના 846, નવસારીના 193 અને ડાંગના 110 પોલીસ કર્મી ત્રણ દિવસ ખડેપગે રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-22 16:33:23
  • Views : 436
  • Modified Date : 2020-02-22 16:33:23

24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે યુએસએના રાષ્ટપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેમના બંદોબસ્તમાં આખા રાજ્યમાંથી પોલીસને અમદાવાદ બંદોબસ્તમાં બોલાવવામાં આવ્યા છે. તેના ભાગ રૂપે સુરતના 846, નવસારીના 193 અને ડાંગના 110 પોલીસ કર્મી ત્રણ દિવસ ખડેપગે રહેશે. સુરતના 846 પોલીસ કર્મચારીઓ અમદાવાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સુરક્ષા માટે જશે. તેમાં ત્રણ ડીસીપી, પાંચ ડીવાયએસપી, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 54 પીએસઆઈ, 26 એએસઆઈ, 641 પુરુષ કોન્સ્ટેબલ અને 107 મહિલા કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓ અમદાવાદ ખાતે પહોંચી ગયા છે. અમદાવાદમાં આવનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈ સિક્યુરિટ સુરક્ષા માટે નવસારી જિલ્લામાંથી 193 પોલીસકર્મીઓ સુરક્ષા બજાવવા માટે ગયા છે. મળતી માહિતી મુજબ 2 પીઆઈ, 6 પીએસઆઈ અને 185 પોલીસકર્મીઓ અમદાવાદ પહોંચી ગયા છે. ડાંગ જિલ્લામાંથી એક ડીએસપી, એક ડીવાયએસપી અને છ પીએસઆઇ સહિત 110 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યા છે. ડાંગ જિલ્લાનું કુલ પોલીસ મહેકમ 309 છે, જેમાંથી 40 ટકા જેટલું મહેકમ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નવસારી જિલ્લાના અંદાજે 500 ભાજપના કાર્યકર,અગ્રણીઓ ભાગ લેશે. જિલ્લા યુવા ભાજપના 250 કાર્યકરો સહિત વિવિધ મોરચાના,મંડળોના અગ્રણીઓ, હોદ્દેદાર વગેરે પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા જશે. જોકે અમદાવાદ જનારા મોટાભાગના રોડ શોમાં ભાગ લેશે. મોટેરા સ્ટેડિયમમાં જૂજ લોકો જશે.

Download Our B K News Today App



Related News