સચિન GIDCમાં કોરોનાના કારણે ચાલુ વર્ષનો વેરો માફ કરવા ઠેર-ઠેર બનેરો લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 15:16:23
  • Views : 400
  • Modified Date : 2020-08-26 15:16:23

    ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે ઉદ્યોગકારોની હાલત કફોડી થઈ છે. ચારેક મહિનાથી કારખાના બંધ હોવા છતાં એકમોના નોટિફાઈડ ટેક્સના પ્રથમ છ માસના બિલ ફટકારવામાં આવ્યાં છે. જે ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. ત્યારે ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળે GIDCના એમડી એમ. થેન્નારસન અને નોટિફાઈડ ડિરેક્ટર એસ.એમ.વારલીને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોના સંક્રમણ વચ્ચે ઔદ્યોગિક એકમોના વેરા માફ કરવામાં આવે તેવી માંગ સાથે વેપારીઓને જાગૃત કરતાં પોસ્ટર સચિન GIDCમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યાં છેઉદ્યોગકારો 31 ઓગસ્ટ સુધીમાં વેરો ભરપાઇ નહીં કરે તો વ્યાજ સાથે ચઢે તેવી શક્યતા છે. સચિન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામી અને માજી સેકટરી ગોવાલાએ જણાવ્યું હતું , ચાલુ વર્ષ 202-21નો સંકલિત વેરોટિક્સ ) સંપૂર્ણપણે માફ કરવા માટે માંગ કરવામાં આવી છે. સાથે સાથે આગામી છ મહીના માટે બિલ પરત લેવા પણ ચીફ નોટિફાઇડ ઓફિસરથી સુધી રજૂઆત કરવામાં આવી છે.જીઆઇડીસી દ્વારા 2020-21માં 26 કરોડનો વેરાનો લક્ષયાંક રાખવામાં આવ્યો છે . જ્યારે નોટિફાઇડ પાસે કરોડોનું ફંડ રિઝર્વ પડ્યુ છે, ઉદ્યોગકારો છેલ્લા ચાર- પાંચ માસથી કોવિડ -19ના લોકડાઉન, કારીગરોની અછત, કામની અછત, પેમેન્ટ ન આવવા, વધારે પડતો વરસાદ આ તમામ મોરચે લડી રહ્યો હોય તેવા સંજોગોમાં આ વધારાનો ટેક્સનો બોજ આવવાથી તેમની આર્થિક હાલત વધુ ખરાબ થશે તેમ માની રહ્યાં છે.

Download Our B K News Today App



Related News