દિવાળી સુધીમાં સુરતનો સરથાણા નેચર પાર્ક-ઝુ ખુલે તેવી શક્યતા ઓછી, 50-60 લાખની આવકમાં માર પડવાની શક્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 17:29:24
  • Views : 384
  • Modified Date : 2020-10-12 17:29:24

       રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઇન મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલયને ખોલવાની વિચારણા ચાલી રહી હતીપરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા પોતાનો આ નિર્ણય હાલ પૂરતો માંડી વાળવામાં આવ્યો છે. જેથી દિવાળી સુધીમાં સરથાણા નેચર પાર્ક સહેલાણીઓ માટે ખુલે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી. જેથી દિવાળીના દિવસોમાં પાલિકાને માત્ર પાંચ દિવસ દરમ્યાન આશરે 50-60 લાખ જેટલી આવકમાં માર પડવાની શક્યતાઓ દેખાય રહી છે.રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારીની ગાઈડ લાઇન મુજબ અનલોક પાંચમાં વધુ છૂટછાટ આપતી જાહેરાત કરવામાં આવી છે.સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલય સુરતવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ગણવામાં આવે છે. સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જાતભાતના પશુ અને પક્ષીઓ જોવા સામાન્ય દિવસોમાં તો લોકોની અવરજવર રહેતી જ હોય છે. પરંતુ દિવાળીના તહેવારો હજારોની સંખ્યામાં અહીં સહેલાણીઓનો ઘસારો જોવા મળે છે. જોકે, માર્ચ મહિનાથી લાગેલા લોકડાઉનના કારણે આ પ્રાણી સંગ્રહાલય સતત સાત મહિનાઓથી બંધ પડ્યું છે. જેના કારણે અહીં આવતા સહેલાણીઓમાં પણ ઉદાસીનતા હોવાનું જાણવા મળે છે.

Download Our B K News Today App



Related News