સુરત રેલવે સ્ટેશને સ્પેશિયલ ટ્રેનમાં આવેલા શ્રમિકોને આવકાર, માસ્ક અને સેનેટાઇઝર અપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 16:07:00
  • Views : 342
  • Modified Date : 2020-09-15 16:07:00

      કોરોના લોકડાઉનમાં વતન જતા રહેલા શ્રમિકો પરત ફરી રહ્યાં છે. ઉદ્યોગો ધમધમતા થતાં શ્રમિકોને ખાસ ટ્રેન મારફતે બોલાવવામાં આવી રહ્યાં છે. ત્યારે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શ્રમિકોને આવકારવામાં આવી રહ્યાં છે. સ્પેશિયલ ટ્રેન મારફતે આવેલા શ્રમિકોને આવકારવાની સાથે માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવી રહ્યાં છે.ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ત્રણ દિવસ દરમિયાન ‘શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાંથી ટ્રેન મારફતે સુરત પરત ફરી રહેલા શ્રમિકોને ચેમ્બરના પ્રતિનિધિઓ આવકારશે અને તમામને માસ્ક તથા સેનીટાઇઝરની બોટલનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સુરત પાલિકા કમિશનર મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.મુઝફફરપુર – અમદાવાદ એકસપ્રેસ મારફતે સુરત આવતા શ્રમિકોને પણ આવકાર સાથે સાવચેતીના ભાગરૂપે તમામ સુરક્ષાના સાધનો-વસ્તુઓ અપાશે. એવી જ રીતે સુરતના મેયર ડો. જગદીશ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી ગોરખપુર – અમદાવાદ એકસપ્રેસ ટ્રેન મારફતે સુરત આવતા શ્રમિકોને આવકારશે. આ કાર્યક્રમમાં ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડિયા તથા મેનેજિંગ કમિટિના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News