કરોડપતિ આદિલ માલેતુજાર નબીરાઓ સાથે વોટ્સએપ ગ્રુપ બનાવી પાર્ટીઓ કરતો, હવે એ બધામાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-05 13:08:28
  • Views : 345
  • Modified Date : 2020-10-05 13:08:28

       ડીસીબીએ રવિવારે સવારે આદિલના મિત્ર અને પાર્ટીઓમાં સામેલ હોય એવા વેસુના મોટા ગજાના વેપારી શૈલેશ, હિતેષ, કપિલ અને સિટીલાઇટના મીનાલની પૂછપરછ કરી હતી, જેમાં મીનાલ પાસેથી કેટલીક ચોંકાવનારી વિગતો મળી હોવાની વાતો સામે આવી રહી છે. ટૂંકમાં, આ કેસમાં ક્રાઇમ બ્રાંચ ઊંડાણપૂર્વક તપાસ કરાવે તો સુરતની સારા ઘરની યુવતીઓ, સુરતમાં કેટલાક ઉદ્યોગપતિઓ અને તેમની પત્નીઓ પણ ડ્રગ્સની બંધાણી હોવાનું બહાર આવી શકે છે. આદિલ સાથે 40થી વધુ નબીરાઓના સંપર્કમાં હોવાથી ક્રાઇમ બ્રાંચે તમામની વારાફરતી પૂછપરછ શરૂ કરી છે. અત્યારસુધીમાં ક્રાઇમ બ્રાંચે 20થી વધુની પૂછપરછ કરી હતી.ડુમસ રોડ પરથી ડ્રગ્સ પેડલર સલમાન ઝવેરી પાસેથી મળેલા એક કરોડના MD ડ્રગ્સ મામલે ધરપકડ કરાયેલા કરોડપતિ આદિલ નૂરાનીની પૂછપરછમાં વધુ ઘટસ્ફોટો થઈ રહ્યા છે. આદિલ એન્ડ ટોળકીએ એક વોટસએપ ગ્રુપ બનાવ્યું હતું. આદિલ સાથે પાર્ટીઓ યોજવાનું કામ મીનાલ કરતો હતો. આદિલ અને મીનાલના છેડા મુંબઈ-દમણ સુધી પથરાયેલા છે. આગામી દિવસોમાં જો આદિલના વોટ્સએપ ગ્રુપનાં ચેટ બહાર આવ્યાં તો શહેરના માલેતુજાર પરિવારનાં નામો બહાર આવશે હડકંપ મચી જશે.આદિલે તેના મિત્રો સાથે એક ગ્રુપ પણ બનાવ્યું છે. વેસુમાં રહેતા વેપારી શૈલેશ અને હિતેષ ઉપરાંત સુમિત, સિટીલાઇટનો મીનાલ, કપિલ અને વેસુમાં ફલેટમાં પાર્ટીનું આયોજન કરતી મહિલાની ક્રાઇમ બ્રાંચે પૂછપરછ કરી છે. આ તમામ આદિલના નજીકના મિત્રો છે. મીનાલ પાર્ટીઓમાં ડ્રગ્સની વાતો કરી યુવકોને ડ્રગ્સના ચરસી બનાવતો હતો.


Download Our B K News Today App



Related News