સુરતમાં મોજશોખ કરવા કતારગામમાંથી ઘરફોડ ચોરી કરનાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 15:56:19
  • Views : 375
  • Modified Date : 2020-09-15 15:56:19

       કતારગામ વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં ઘર નંબર 52માં 10મી સપ્ટેમ્બરના રાત્રિના સુમારે થાય છે. આ ચોરીની ઘટનામાં પોલીસે તપાસ આદરતાં આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી લેવામાં આવે છે. ઝડપાયેલા આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 8 લાખ 34 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી યુવકની પુછપરછમાં પોલીસને પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે, આરોપી મેહરાજ ઉર્ફે તારે જમીન પે નશીરૂદ્દીન અંસારી (ઉ.વ.આ.19) મૂળ બિહારનો વતની છે. ઘરમાંથી માતા પિતાએ કાઢી મુક્યો છે અને ત્યારબાદ તે મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડેલો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પાલીયાગ્રાઉ્ડ રોડ જીલાણી બ્રીજ નીચેથી આરોપી મેહરાજ ઉર્ફે તારે જમીન પે રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીના સાથે છે. જેથી પોલીસે તેને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે. જેમાં તેણે મોજશોખ પૂરા કરવા માટે ચોરી કરતો હોવાનું જણાવ્યું હતું.આરોપી તારે જમીન પેએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, પોતાને રજનીગંધા તથા સીગારેટ પીવાનો શોખ છે. માતા પિતાએ દસેક દિવસથી ઘરેથી કાઢી મુકતા મદારીવાડ વિસ્તારમાં રિક્ષામાં સૂઈ રહેતો હતો અને હાલમાં તેની પાસે પૈસા નહોતો. જેથી મોજશોખ કરવાના ઈરાદે પંડોળ રોડ થઈ સીંગણપોર ચાર રસ્તા સુધી આવેલ અને સીંગણપોર ચાર રસ્તાની બાજુમાં આવેલી અક્ષરદીપ સોસાયટીના મકાનમાં દરવાજો ખોલી અંદર જઈ જ્યાં બધા સૂતા હતા તે દરવાજો બહારથી બંધ કરી દઈને કબાટમાંથઈ સોનાના દાગીના અને રોકડ ચોરી કરી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News