સુરતના હરિભક્તે અઢી લાખ તલમાંથી સ્વામિનારાયણ ભગવાન માટે હાર,બાજુબંધ બનાવી અર્પણ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-23 17:10:02
  • Views : 402
  • Modified Date : 2020-09-23 17:10:02

        પ્રભુ પ્રત્યેની પ્રેમ ભક્તિ ક્યાં, કેવી રીતે, પ્રગટાવી શકાય તે ભાવનાશીલ ભક્તને સુજી જ જતું હોય છે. અધિક માસમાં ભાવિકો દ્વારા અવનવી રીતે ભગવાનને રીઝવવા પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે સુરતમાં રહેતા અને સાડીઓ પર સ્ટોન ચોંટાડવાનું કામ કરતાં જોગાણી પરિવારે સ્વામિનારાયણ ભગવાન માટે કોઠાસૂઝનો ઉપયોગ કરીને તલના અઢી લાખ દાણામાંથી હાર,બાજુ બંધ સહિતની વસ્તુઓ બનાવી છેગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામના કાળુભાઈ જોગાણીને અધિક માસમાં ભગવાનને નવીન અને કંઈક અનોખી રીતે થી ભક્તિ અર્પણ કરવાની ભાવના જાગી હતી. જેથી તેમણે નીલકંઠ ભગવાન માટે તલનો હાર બનાવવાનું નક્કી કર્યું હતું. જેના માટે પોતાના ગામ ફાટસરથી ઘરના ખેતરમાંથી તૈયાર થયેલા તલ મંગાવ્યા હતાં. 21 દિવસમાં આ તલનો હાર તથા બાજુબંધ, તોરા વગેરે તૈયાર થયા હતાંધીરુભાઈએ કહ્યું કે, એક એક તલ નો દાણો હાથમાં પકડવાથી પણ દબાઈ જાય ત્યારે એમાં સોય અને દોરો પરોવતી વખતે ભાંગી જવાની શક્યતા ખૂબ રહે, એક વાટકીમાં તલ ભરી એકાદ ચમચી જેટલું થોડું પાણી નાંખી થોડા સમય સુધી જ તલને ભીંજવી દેવામાં આવતા હતાં. જો વધુ સમય ભીંજાઈ જાય તો તલ પોચા પડી જવાથી પરોવી શકાય નહીં. પછીથી મોતી પોરવવાની સોયથી એક એક તલને પરોવતા હતાં..જોગાણી પરિવારના ધીરૂભાઈ તેમના ધર્મ પત્ની જાગૃતિબેન, બાળકો જ્હાન્વી અને જય પણ આ કામમાં જોડાયા હતાં. પ્રભુ સ્વામિના જણાવ્યા અનુસાર ચાર જણાએ રોજના ચાર કલાક સુધી પરોવતા 21 દિવસે આ હાર તૈયાર કર્યો હતો. પ્રથમ 200 ફૂટ લાંબી સીગલ શેર તૈયાર કરી અને પછી તેને આર્ટિફિશિયલ ગુલાબ લઇ અને વચ્ચે વચ્ચે રમણીયતા આપી હતી.વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલ સુરતના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઓનલાઈન પ્રાતઃ સહજાનંદી સભામાં કહેલું કે ભક્તોએ અધિક માસમાં પોતાના હૃદયની ભક્તિ વિશિષ્ટ રીતે ભગવાનને અર્પણ કરવી જોઈએ. જેથી તેમના આશિર્વાદ સાથે આ હાર તૈયાર કરાયેલ છે. તીર્થધામ પોઇચા સ્વામિનારાયણ મંદિર નિલકંઠ ધામ આ હાર ભગવાનને અર્પણ કર્યો છે.

Download Our B K News Today App



Related News