સુરતના ડુમસમાંથી એક કરોડના પ્રતિબંધિત MD ડ્રગ્સના જથ્થાની ડિલિવરી કરતા જતાં યુવકને ઝડપી લેવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-22 17:59:41
  • Views : 317
  • Modified Date : 2020-09-22 17:59:41

        થોડા દિવસોથી શહેરમાંથી ડ્રગ્સનું વેચાણ કરતાં આરોપીઓને ઝડપી લેવાનું અભિયાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. યુવાનોને નશાની લતથી દૂર રાખવા માટે પોલીસ દ્વારા ચાલતી ઝૂંબેશમાં આજે એક આરોપી અંદાજે એક કરોડ રૂપિયાના પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ડુમસ વિસ્તારમાંથી ઝડપાયો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છેયુવાનો નશીલા પદાર્થના રવાડે ચડીને પોતાની જિંદગી બરબાદ કરે તે અગાઉ જ પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં ડ્રગ્સ સહિતના ક્વોલિટી કેસ પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે ડુમસ વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી કરતાં અગાઉ જ યુવકને ઝડપી લેવામાં આવ્યો છે.પોલીસ દ્વારા ઘણા દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં છેલ્લા 2 થી 3 દિવસમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.ઉધના ખાતેથી ખટોદાર પોલીસે 1 લાખના ડ્રગ્સ સાથે એક ઝડપાયો હતો.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડુમસ વિસ્તારમાં એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો જોકે આ યુવાન ઝડપાયા બાદ તેની પાસેથી MD ડ્રગ્સનો મોટા પ્રમાણ જથ્થો મળી આવ્યો હતો. અંદાજીત 1 કરોડ કરતા વધુનો ડ્રગ્સ મળી આવતા પોલીસે આ ઈસમની ધરપકડ કરી છે. આ યુવાન આ નશીલા પદાર્થ ક્યાંથી લાવીયો હતો અને ક્યાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે..

Download Our B K News Today App



Related News