સુરતમાં હીરાના કારખાનાઓમાં ફરી સંક્રમણ વધ્યું, કોરોનાના કેસ વધતાં 3 યુનિટ બંધ કરાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 17:01:34
  • Views : 397
  • Modified Date : 2020-09-15 17:01:34

        કતારગામ વિસ્તારમાં કોરોના ફરી માથુ ઊંચકતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં કોરોના ફરી સક્રિય થયો હોય તેમ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કતારગામમાં HVK ડાયમંડમાં 16 કારીગરોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે અન્ય બે કારખાનામાં પણ કોરોનાના કેસ સામે આવ્યાં છે. જેથી મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરીને આ યુનિટોને બંધ કરી દેવામાં આવ્યાં છે. જેથી કોરોના વકરતો અટકાવી શકાય તે માટે પાલિકા દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. જેમાં ચેકીંગ દરમિયાન જે કારખાનામાં વધુ કેસ સામે આવે તેને બંધ કરી દેવામાં આવે છે.સુરતમાં સતત કોરોનાના કેસોમા વધારો થયો છે. તેવામા મનપાની ગાઈડલાઈન અનુસાર જે તે હીરાના યુનિટોમા કોરોના કેસ વધે તે યુનિટો મનપા દ્વારા બંધ કરાવવા મા આવે છે.કતારગામ ખાતે આવેલ HVK ડાયમંડ યુનિટમાં રેપિડ ટેસ્ટ દરમ્યાન એક સાથે 16 રત્નકલાકારો પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાકીદે HVK યુનિટ બંધ કરાયું હતું.HVKની બાજુમા આવેલ અન્ય ત્રણ યુનિટોમાં પણ કોરોના પોઝિટિવ કેસો આવ્યાં હતા. જેથી તેને પણ બંધ કરાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે, હીરાના યુનિટમા રત્નકલાકારોમા કોરોનાનો ચેપ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામા ગંભીરતા દાખવી કારખાના બંધ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ દરેક કારીગરનો સમયાંતરે ટેસ્ટ પણ કરવામાં આવે છે. જેથી હીરાના કારખાનાઓમાં ફરીથી સંક્રમણ વધુ ન ફેલાય તેવી તકેદારી તંત્ર અને કારખાનેદારો દ્વારા રાખવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News