અમરોલીમાં રામનગર સોસાયટીમાં 3 મકાનમાં ચોરી કરનારા તસ્કરો CCTVમાં કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 16:58:10
  • Views : 429
  • Modified Date : 2020-08-31 16:58:10

      અમરોલી વિસ્તારમાં ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે. શ્રીરામનગર સોસાયટીમાં તસ્કરોએ ચોરી કરી છે. બાઈક પર આવેલા બે તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ડુપ્લિકેટ ચાવીથી તાળા ખોલીને મકાનમાં પ્રવેશીને ચોરી કરવામાં આવી છે. ત્રણેક જેટલા મકાનના દરવાજા ખોલીને બન્ને તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે.30મી ઓગસ્ટના રોજ થયેલી ચોરીના દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા છે. તસ્કરોએ ઘરમાંથી સોનાની બુટ્ટી રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી છે. CCTVના આધારે ગુનો નોંધીને અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.કોરોના સંક્રમણમાં હાલ મોટાભાગના લોકો માસ્કમાં જોવા મળે છે. પરંતુ અગાઉ ચોરી કરનારા તસ્કરો સામાન્ય દિવસોમાં મોઢા છુપાવતા હતા તે અત્યારે ખુલ્લેઆમ ચોરી કરતા હોવાનું સામે આવી રહ્યું છે. અમરોલીના શ્રીરામનગરમાં ત્રણેક મકાનમાં ડુપ્લિકેટ ચાવીથી તાળા ખોલીને ચોરી કરનારા માસ્ક વગર ફરતાં જોવા મળ્યાં હતાં. બાઈક પર આવેલા એક લબરમુછીયા અને એક દાઢી ધારીએ ચોરી કરી હતી.શ્રીરામ નગર સોસાયટીના ત્રણેક મકાનમાં ચોરી કરવામાં આવી છે. બાઈક પર આવેલા બન્ને તસ્કરોએ દાદરા ચડીને ઉપર મકાનમાં આવીને ચોરી કરી હતી. સોનાની બુટ્ટી સહિત રોકડ રકમની ચોરી કરનારા તસ્કરોએ બંધ મકાનમાંથી કેટલાની ચોરી કરી તે અંગે મકાન માલિક આવ્યા બાદ જાણ થઈ શકે તેમ છે.

Download Our B K News Today App



Related News