સુરતમાં કોરોના થયા બાદ નબળા પડેલા ફેફસાંને મજબૂત કરવા ઝુંબા ડાન્સ થેરાપીનો ક્રેઝ વધ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-28 14:02:39
  • Views : 375
  • Modified Date : 2020-09-28 14:02:39

         કોરોના સંક્રમિત થનાર વ્યક્તિના ફેફસાં ખૂબ નબળાં પડી જતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કોરોના મુક્ત થયેલા લોકોના ફેફસાં મજબૂત કરવા યોગની સાથે સાથે હવે ઝુંબા ડાન્સનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ઈમ્યુનિટી પાવર વધારવાની સાથે શરીરની ચરબી ઓછી કરવા માટે મદદરૂપ થતાં ઝુંબા ડાન્સ હાલ લોકોમાં ફેવરિટ બની રહ્યો છે. પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ પણ જણાવ્યું કે, ઈમ્યુનિટી શક્તિ વધારવા માટે કસરત સહિતની વસ્તુઓ મદદરૂપ થાય છે.ઘોડદોડ રોડ પર ઝુંબા ક્લાસીસ ચલાવતા સમતભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતાને કોરોના થયો હતો. બાદમાં તેઓ કોરોનામુક્ત તો થયા પરંતુ તેમના ફેફસાં નબળા પડી ગયા હોય તેવું લાગ્યું હતું. તેમને કસરત મળી રહે અને મનોરંજન પણ મળે તેવા વિચારથી ઝુંબા ડાન્સના નવા સ્ટેપ્સ અમે શરૂ કર્યાં છે. લોકોને પણ આ વિચાર પસંદ આવતાં હવે અમે મોટી સંખ્યામાં એક સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ડાન્સ કરીએ છીએ.ઝુંબા ડાન્સમાં નિયમિત રીતે ભાગ લેનાર રાહુલે જણાવ્યું હતું કે, ઝુંબા ડાન્સથી શરીરની ચરબી પણ ઓછી થાય છે. વળી મ્યૂઝિક સાથે મનોરંજન મળી રહે છે. હાલ કોરોના સમયમાં શરીરને સ્વસ્થ રાખવું જરૂરી હોવાથી અમે નિયમિત રીતે ડાન્સ કરીએ છીએ. અમે હવે ગ્રુપમાં ડાન્સ કરવા આવીએ છીએ.પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોરોના સામે શરીરને સ્વસ્થ રાખવા માટે શારીરિક કસરત ખૂબ જરૂરી છે. કોરોના થયો હોય કે ન થયો હોય પરંતુ શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. યોગ, કસરત, ઝુંબા જે આપણા શરીરને અનૂકુળ આવે તે પ્રકારે વર્કઆઉટ કરવું જોઈએ.

Download Our B K News Today App



Related News