વડોદરા બાદ સુરતમાં લાગ્યા જનતારાજના બેનર,ગુજરાતનું દેવું ન ભરાય ત્યાં સુધી નેતાના પગાર બંધ કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 15:49:40
  • Views : 634
  • Modified Date : 2020-08-25 15:49:40

      વડોદરા બાદ સુરતમાં જનતારાજના પોસ્ટર લાગ્યા છે. શહેરના કતારગામ અને અડાજણ વિસ્તારમાં આવેલા સ્ટાર મોલની આસપાસના વિસ્તારોમાં આ બેનર લાગ્યા છે. જેમાં ગુજરાતનું દેવું ન ભરાય ત્યાં સુધી નેતાના પગાર બંધ કરો અને બસમાં કોઈ ધારાસભ્ય ન બેસતા હોવા છતાં કેમ તેના નામની સીટ અનામત રાખવામાં આવે છે તેવા સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. રસ્તા પર જાહેરમાં લગાવાયેલા બેનરને લઈને લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. સાથે જ લોકોમાં સમગ્ર રાજ્યમાં લોક જુવાળ ઊભો કરવા બેનર દ્વારા વિરોધ કરવામાં આવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે પાલિકા સહિતની ચૂંટણીઓ અગાઉ લગાવવામાં આવેલા બેનરો કોણે લગાવ્યા તે પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે.કતારગામ વિસ્તારમા આવેલ અનાથ આશ્રમ સર્કલ પર બેનર લગાવી સવાલ કરવામાં આવ્યાં છે.સરકાર સામે ખેડૂત, પોલીસ કર્મચારીયો, એસઆરપી કર્મીઓ, બેરોજગાર યુવાનો નારાજ છે. ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ક્યાંક અતિવૃષ્ટિને લીધે ખેડૂતનો સમગ્ર પાક ધોવાયો છે. ખેડૂતને પાક વીમાના રૂપિયા મળ્યા નથીસરકાર વિરોધ માહોલ હવે ગુજરાતમા ઊભો થઈ રહ્યો છે.ત્યારે જનતા હવે જાગૃત થઈ છે અને જનતા હવે સરકાર ને ચેતવણી આપવા માંગી રહી હોય તેવા બેનર લગાવાયા છે. હવે બસ થયું. બંધ કરો તમારા તાયફાઓ પ્રજાની સામે જુઓ. નહીં તો હવે જનતારાજ સરકાર સામે વિરોધ કરશે સરકારની નીતિઓનો વિરોધ કરાશે..

Download Our B K News Today App



Related News