સુરતના અડાજણમાં ખરાબ વાયરિંગ ન બદલતી સોસાયટીનો તંત્રએ પાવર કટ કરતા 500 પરિવાર મુશ્કેલીમા મુકાયા

  • Published By :
  • Published Date : 2020-09-11 13:19:39
  • Views : 282
  • Modified Date : 2020-09-11 13:19:39

       અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા પાલનપોર જકાતનાકા પાસેની વિવેકાનંદ ટાઉનશીપમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી 500 જેટલા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જીઈબી તંત્રએ કહ્યું કે, અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે સોસાયટીને ચારેક વાર નોટિસ આપવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં ન આવતાં આકરા પગલાં લેવામાં આવ્યાં છે. સોસાયટીના રહિશો તંત્રને વીજ પોલ ઉભા કરવા કે અન્ય બાબતે સહકાર આપતા નથી. સોસાયટીવાસીઓએ કહ્યું કે, કોરોના કાળમાં પણ દરેક નોટિસનો જવાબ આપવામાં આવ્યો છે. પરંતુ આજે કોઈ જ જાણ કર્યા વગર જીઈબીના અધિકારીઓ દ્વારા પાવર કટ કરી દેવામાં આવ્યો છે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.વિવેકાનંદ ટાઉનશીપમાં પ્રમુખ રાજેશ વાધેલાએ જણાવ્યું હતું કે, સોસાયટીનું આજે વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. વાયરીંગ ગેર હોય નવું નાખવા જણાવ્યું હતું. અમને ચારેક નોટિસ પણ આપી હોવાનું અધિકારી કહી રહ્યાં છે. જેનો અમે અગાઉ જવાબ આપ્યો છે. પરંતુ આજે કોઈ જ જાણ કર્યા વગર અમારૂં જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. હાલ સોસાયટીમાં 500 પરિવારના બે હજારથી વધુ લોકો પાવર ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે.પાલ વિસ્તારના અધિકારી બી.ડી.પટેલએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં ખરાબ વાયરિંગના કારણે ઘણી દુર્ઘટનાઓ સર્જાય છે અને મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે. વાયરિંગ ઘણા સમયથી ખરાબ છે. બે ઓપ્શન આપેલા છે. જેમાં સોસાયટી અંડરગ્રાઉન્ડ કેબલ નખાવે અથવા તો પોલ ઉભા કરવા માટે જગ્યા બતાવે તો અમે એ કરી શકીએ. પરંતુ સહકાર જ ન આપવામાં આવતાં આખરે અમારે આ પગલું લેવું પડ્યું છે. સોસાયટીના રહિશો સહકાર આપશે તો ફરીથી વીજ જોડાણ આપી દેવામાં આવશે.

Download Our B K News Today App



Related News