નવજોતસિંહ સિદ્ધુને સુપ્રીમે ફટકારી 1 વર્ષ કઠોર જેલની સજા, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 15:01:46
  • Views : 391
  • Modified Date : 2022-05-19 15:01:46

 

રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને 1 વર્ષની જેલ

સુપ્રીમ કોર્ટે 1988ના રોડ રેજ કેસમાં પોતાનો ચુકાદો બદલ્યો

કેસમાં નવજોત સિંહ સિદ્ધુને અગાઉ રાહત મળી હતી.

 

રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે જૂના આદેશને બદલી નવજોતસિંહ સિદ્ધુને 1 વર્ષની જેલની સજા ફટકારી છે. ઘટના વર્ષ 1998ની છે. જેમાં મારામારી બાદ એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. અગાઉ સિદ્ધુને રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સંજય કિશન કૌલની ખંડપીઠે નિર્ણય સંભળાવ્યો છે.

 

વર્ષે 25 માર્ચે સુપ્રીમ કોર્ટે નવજોત સિંહ સિદ્ધુની સજા વધારવાની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે સિદ્ધુની સજા વધારવી કે નહીં તે નક્કી કરવાનું હતું. પીડિત પરિવારની સમીક્ષા અરજી પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. અગાઉ પણ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

જાણો શું હતી ઘટના?

27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ પોતાના મિત્ર રુપિન્દર સિંહ સંધૂ સાથે પટિયાલાના શેરાવાલે ગેટના બજારમાં પહોંચ્યા હતાં. જગ્યા તેઓના ઘરથી માત્ર 1.5 કિમી દૂર છે. તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતા. વખતે માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેઓની દલીલ થઈ હતી. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ગુરનામ સિંહને ઘૂંટણિયે પછાડ્યા હતા. ત્યાર બાદ ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. જો કે, એવાં અહેવાલો પણ સામે આવ્યા હતા કે ગુરુનામ સિંહનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હતું.

 

અગાઉ કોર્ટે સિદ્ધુને આ કેસમાં રાહત આપી હતી

વધુમાં જણાવી દઇએ કે, રોડરેજની ઘટના 1988ની છે કે જેમાં પાર્કિંગને લઈને વિવાદ થયો હતો. જેમાં એક 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. બાદમાં મામલો છેક કોર્ટના દરવાજે પહોંચ્યો હતો જ્યાં 1999માં નીચલી કોર્ટે સિદ્ધુને નિર્દોષ જાહેર કર્યા હતાં. પરંતુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો ઉલટાવી દેતા સિદ્ધુને ઇરાદાપૂર્વક હત્યા કર્યા મામલે દોષી ઠેરવ્યા હતા. સિદ્ધુને હાઈકોર્ટે 3 વર્ષની સજા ફટકારી હતી પરંતુ 2018માં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને નિર્દોષ જાહેર કર્યા હતા. 2018 માં SC 1000ના દંડથી સિદ્ધુને નિર્દોષ જાહેર કર્યા હતાં. પરંતુ ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની પર આજે સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી છે.

 

Download Our B K News Today App



Related News