સુપ્રીમ કોર્ટે કહ્યું- સાથે રહેતાં મહિલા-પુરુષના સંબંધો લગ્ન જેવા જ, બાળકને મળવી જોઈએ પૈતૃક સંપત્તિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 15:32:31
  • Views : 241
  • Modified Date : 2022-06-14 15:32:31

 

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું હતું કે લગ્ન વગર પણ જન્મેલા બાળકને પિતાની પ્રોપર્ટીમાં હકદાર માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- જો મહિલા અને પુરુષ લાંબા સમય સુધી સાથે રહેતા હોય તો તેમના સંબંધોને લગ્ન જેવા જ માનવામાં આવે છે અને આ સંબંધથી જન્મેલાં બાળકોને પણ પિતાની પ્રોપર્ટીમાં હક મળશે.

 

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો છે, જેમાં કોર્ટે એક યુવકને તેની પિતાની સંપત્તિમાં એટલે હકદાર નથી માન્યો, કારણ કે તેનાં માતા-પિતાના લગ્ન નહોતા થયા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભલે બંનેના લગ્ન ના થયા હોય, પરંતુ બંને ઘણા સમયથી પતિ-પત્ની તરીકે સાથે જ રહે છે. તેથી જો આ સંજોગોમાં DNA ડેસ્ટ કરવામાં આવે તો સાબિત થઈ જાય કે આ બાળક આ બંનેનું જ છે. તેથી આ સંજોગોમાં બાળકને પિતાની સંપત્તિ પર હક મળે છે.

કેરળ હાઈકોર્ટનો નિર્ણય ફેરવ્યો
કેરળની એક વ્યક્તિએ તેના પિતાની સંપત્તિના ભાગલા પડ્યા ત્યારે તેને હક ના મળતા તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેણે કહ્યું હતું કે, તેને ગેરકાયદે દિકરો ગણાવીને સંપત્તિમાં હક આપવામાં આવ્યો નથી. કેરળ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, જે વ્યક્તિની સંપત્તિ પર તે હક જતાવે છે તે વ્યક્તિના તેની માતા સાથે લગ્ન નથી થયા. તેથી હવે તેને પરિવારની સંપત્તિમાં હકાદર ના માની શકાય.

 

લિવ-ઈન-રિલેશન વિશે શું કહે છે કાયદો

રોહિત શેખરે સાબિત કર્યું હતું કે નારાયણ દત્ત તિવારી સાથે સંબંધ હતો
આ જ પ્રકારનો એક કેસ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસ નેતા નારાયણ દત્ત તિવારી સાથે થયો હતો. કોંગ્રેસ નેત્રી ઉજ્જવલા શર્માએ દાવો કર્યો હતો કે, તેમનો અને નારાયણ દત્ત તિવારીનો એકબીજા સાથે સંબંધ હતો, તેનાથી તેમને એક દિકરો શેખર પણ છે. તેમણે તિવારીની સંપત્તિમાં રોહિતનો હક માગ્યો હતો. પહેલાં નારાયણ દત્ત તિવારીએ કોર્ટમાં સંબંધિ સ્વીકારવાની ના પાડી હતી.

લાંબા સમય સુધી ચાલેલાકેસ પછી સુપ્રીમ કોર્ટે DNA ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. આ ટેસ્ટથી સાબીત થયું કે રોહિત શેખર નારાયણ દત્ત તિવારીનો જ દિકરો છે. કોર્ટના ઓર્ડર પછી નારાયણ દત્ત તિવારીએ રોહિત અને ઉજ્જવલાને અપનાવી લીધા હતા.

Download Our B K News Today App



Related News