અરૂણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ઇન્ડિયન એરફોર્સ એક્શન મોડમાં

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-14 17:11:24
  • Views : 314
  • Modified Date : 2022-12-14 17:11:24

અરૂણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઓળંગવા ગત 9 ડિસેમ્બરના રોજ ચીનના સૈનિકો દ્વારા કરાયેલા પ્રયાસ બાદ ભારતીય વાયુદળ (ઇન્ડિયન એરફોર્સ) તાત્કાલિક ક્શન મોડમાં વી ગયું હતું અને ચીન દ્વારા થનારા કોઇપણ સંભવિત ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા આ સરહદે સુખોઇ ફિટર વિમાનો મોકલી આપ્યા હતા.

સવાંગ ક્ષેત્રની પાસે આવેલી વાસ્તવિક કુશ રેખા ઉપર ભારતીય વાયુદળના ફાઇટર વિમાનોએ આવતાની સાથે જ એર કોમ્બેટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું અ સમગ્ર સરહદ ઉપર ચાંપતી દેખરેખ રાખીને તેની માહિતી જમીન ઉપર વેલા અધિકારીઓને પહોંચડાવાનું કામ શરૂ કરી દીધું હતું. ભારતીય ફાઇટર જેટ દ્વારા હવાઇ પેટ્રોલિંગ શરૂ કરાયા બાદ તેઓએ ચીન સરહદેથી ભારતમાં ઘુસણખોરી કરવાના ચીનના ડ્રોન વિમાનોના પ્રયાસો પણ નિષ્ફળ બનાવી દીધા હતા.

એક રાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ચીન દ્વારા વાસ્તવિક અંકુશ રેખા પાસે આવેલી ભારતની બે ચોકીઓનો સતત વિરોધ થઇ રહ્યો છે. ભારતીય જેટ ફાઇટર વિમાનોએ આ ક્ષેત્રમાંથી જ ભારતની સરહદમાં ઘુસણખોરી કરવાના ટીનના ડ્રોન વિમાનોના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. અરૂણાચલ પ્રદેશમાં આવેલી સરહદે ફાઇટર જેટ વિમાનો મોકલવા ગેના પોતાના નિર્ણયને ઉચિત ઠરાવતા ભારતીય વાયુદળના પ્રવક્તાએ કહ્યું હતું કે જો ચીનના ડ્રોન વિમાનો વાસ્તવિક કુશ રેખાને સમાતંર ઉડતા હોય તો તેમને કોઇ વાંધો વિરોધ નથી પરંતુ જો તે ડ્રોન વિમાનો વાસ્તવિક અંકુશ રેખા ઓળંગીને ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેને હવાઇ સીમાનું ઉલ્લંઘન ગણીને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યો સાથે ચીનની જમીન સરહદ જોડાયેલા હોવાથી ભારતીય વાયુદળે ખુબ મોટી સંખ્યામાં પોતાના ફાઇટર જેટ વિમાનો આ વિસ્તારમાં આવેલા વિવિધ રબેઝ ખાતે એક્શન મોડમાં જ તૈનાત કરેલા છે. આસામના તેજપુર  ચબુઆમાં સુખોઇ ફાઇટર જેટની આખી સ્કવોડ્રન તૈયાન કરાયેલી છે જયારે પશ્ચમ બંગાળના હાશીમારામાં રાફેલ ફાઇટર જેટ વિમાનો તૈનાત કરાયેલા છે જે અડધા કલાકમાં જ ભારત-ચીનની સરહદે પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે.

Download Our B K News Today App



Related News