ડીસા, દાંતીવાડામાં સુકારાના રોગથી ખેડૂતોને બટાટામાં નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 12:49:02
  • Views : 922
  • Modified Date : 2020-01-29 12:49:02


બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉપર કુદરત હજુ પણ કોપાયમાન હોય તેવી પરિસ્થિતિ બની રહી છે. અત્યાર સુધી અનેક કુદરતી સંકટનો સામનો કરી રહેલા ખેડૂતો હવે સુકારા નામના સંકટથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સુકારા રોગના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતાં ખેડૂતોના મોમા આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરતાં ખેડૂતોના માથે હવે સુકારાનું સંકટ તોળાઈ રહ્યુ છે. છેલ્લાં છ મહિનાથી સતત વાતાવરણમાં થતા બદલાવના કારણે તો કેટલીક જગ્યાએ ઠાર અને કમોસમી માવઠાને કારણે બટાકાનું વાવેતર કરતાં ખેડૂતો નવી મુસીબતનો સામનો કરી રહ્યા છે. વારંવાર વાદળછાયુ વાતાવરણ અને કમોસમી માવઠાની અસરના કારણે હવે બટાટાના છોડ સુકારા નામના રોગના કારણે સુકાઈ ગયા છે. જે ખેતરો અઠવાડિયા અગાઉ લીલાછમ દેખાઈ રહ્યા હતા તે હવે સુકાભઠ્ઠ બની ગયા છે. અચાનક આવેલા સુકારા નામના રોગના કારણે બટાટાના છોડ સુકાઈ અને કરમાઈ જતા તેની સીધી અસર બટાટાના ઉત્પાદન પર પડી રહી છે, જ્યારે બટાટાના વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પણ કમોસમી માવઠું થતા વાવેતર થયેલા વિસ્તારમાં બટાટાના કાપા જમીનમાંજ સડી ગયા હતા. તે સમયે પણ અહીંના ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, ખેડૂતો એ ફરી ઉછીના,  વ્યાજે નાણાં લાવી મહામુસીબતે ફરી વાવેતર કર્યુ હતુ તેમાં પણ હવે જ્યારે બટાટાનો પાક તૈયાર થઈ ગયો હતો તેવાજ સમયે સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો પણ કુદરત છીનવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે અંદાજે ૬૫ હજાર હેકટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે. વળી સતત ૫ વર્ષની મંદી બાદ આ વખતે શરૂઆતથી જ બટાકાના ભાવ સારા હોવાના કારણે ખેડૂતોના ચહેરા ખુશીથી છલકાઈ રહ્યા હતા. જો કે કુદરતને ખેડૂતોની આ ખુશી રાસ ના આવી અને ડીસા અને દાંતીવાડા પંથકમાં છેલ્લાં એક અઠવાડિયામાં જ સુકારા નામના રોગે ખેડૂતોની ખુશી પર પાણી ફેરવી દીધું છે. આ પંથકમાં અંદાજે દસ હજાર હેક્ટર જમીનમાં સુકારા નામના રોગે ખેડૂતોનેમુસીબતમાં મૂકી દીધા છે. સુકારો રોગ દેખાતા જ ખેડૂતોએ દવાઓનો છંટકાવ પણ શરૂ કર્યો હતો તેમ છતાં પણ ખેડૂતો પોતાના પાકને બચાવી શક્યા નથી.


Download Our B K News Today App



Related News